Home દેશ - NATIONAL 20 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને લઈને જઇ રહેલા ઈરાની ફિશિંગ જહાજને તાત્કાલિક તબીબી...

20 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને લઈને જઇ રહેલા ઈરાની ફિશિંગ જહાજને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી અને ડૂબી રહેલા એક ક્રૂ મેમ્બરનો જીવ બચાવ્યો

38
0

ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં અન્ય દેશોને સતત મદદ કરી રહી છે

(જી.એન.એસ) તા. 4

ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં અન્ય દેશોને સતત મદદ કરી રહી છે. ક્યારેક ચાંચિયાઓને કારણે તો ક્યારેક મેડિકલ ઈમરજન્સીમાં જરૂરી મદદ પૂરી પાડી રહી છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમાં ભારતીય નૌકાદળે ઇમરજન્સી કોલનો જવાબ આપતા 20 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને લઈને જઇ રહેલા ઈરાની ફિશિંગ જહાજને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી અને ડૂબી રહેલા એક ક્રૂ મેમ્બરનો જીવ બચાવ્યો હતો.

નૌકાદળ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલિંગ શિપ INS સુમેધાએ 30 એપ્રિલે આ મદદ પૂરી પાડી હતી. તે સમયે સૂચના મળ્યાના પ્રારંભિક કલાકોમાં એફવી અલ રહમાનીને રોકવામાં આવ્યુ. અમારી એક મેડિકલ નિષ્ણાંતોની ટીમ ઇરાની જહાજ પર ગઇ હતી અને ક્રૂ મેમ્બરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. થોડીવાર પછી તે ભાનમાં આવ્યો હતો. એરફોર્સે એક નિવેદનમાં કહ્યું કે અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજો આ ક્ષેત્રમાં કાર્યરત નાવિકોની સુરક્ષા અને સહાયતા પ્રત્યે તેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટે કેન્દ્રને બીએનએસ ની કલમ 85 અને 86 માં જરૂરી ફેરફારો કરવા પર વિચારણા કરવા જણાવ્યું
Next article14 મેના રોજ નામાંકન ભરત પહેલા વડાપ્રધાન મોદી વારાણસી કરશે ભવ્ય રોડ શો