Home ગુજરાત સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોના કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ

સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોના કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ

30
0

ત્રણ મૃતકોમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે

(જી.એન.એસ) તા. 3

સુરત/ભરૂચ,

સુરતમાં થી એ ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં, ભરૂચથી સુરત મૈયતમાં આવેલા પરિવારના ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો, ત્રણ મૃતકોમાં એક નાના બાળકનો સમાવેશ થાય છે.

પત્રી અને બાળક સાથે સામુહિક આપઘાત કરનાર મોહસીન ભરૂચમાં ખાનગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે પરિવારના સામૂહિક આપઘાત કેસમાં જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. હાલ તો પોલીસે ભરૂચમાં વસવાટ કરતા તેના પરિવારને સુરત બોલાવી તેઓનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં વસવાટ કરતો મુસ્લિમ પરિવાર સુરત શહેરના કોસાડ આવાસ વિસ્તારમાં તેમના કાકાજીની મૈયતમાં હાજરી આપવા માટે ગયો હતો. જો કે ત્યાંથી હાજરી આપી પરત ફરનાર પતિ-પત્નીએ તેમના અઢી વર્ષના પુત્રની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવી છે. પ્રાથમિક અનુમાન અનુસાર પરિવારે નહેરના પાણીમાં પડતું મૂકી સામુહિક આપઘાત કરી લઈ જીવન ટૂંકાવ્યું હશે. આ બનાવની જાણ થતા ની સાથે જ ફાયર વિભાગ દ્વારા વરિયાવ બાયપાસ રોડ પરથી કેનાલમાંથી મહિલા અને બાળકની લાશને બહાર કાઢવામાં આવી હતી જ્યારે ઓલપાડ તાલુકામાં કેનાલમાંથી પતિની લાશ મળી આવી હતી. જહાંગીરપુરા પોલીસે બંને લાશનો કબજો લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને પત્ની હત્યા કેસ: સગીર પૌત્ર અને પુત્રવધૂએ જ આપી હતી સોપારી
Next articleસાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ કેસમાં નવો વણાંક: પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલ્યું