Home અન્ય રાજ્ય સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને પત્ની હત્યા કેસ: સગીર પૌત્ર અને પુત્રવધૂએ...

સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને પત્ની હત્યા કેસ: સગીર પૌત્ર અને પુત્રવધૂએ જ આપી હતી સોપારી

19
0

(જી.એન.એસ) તા. 3

હીંમતનગર ,

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં મંગળવારે એક નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઘરમાં ઘૂસી આવેલા યુવકોએ ચપ્પાના ઉપરા છાપરી ઘા ઝીંકીને હત્યા કરી 35 લાખ રોકડ અને 65 તોલા સોનાના ઘરણાંની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના નોંધાઈ હતી. ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી હિંમતનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા હત્યારાઓ પોલીસને હાથ લાગ્યા છે. પોલીસે ઘટનામાં એક કિશોર અને અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

આ ઘટનામાં અજાણ્યા શખ્શો ઘરે ધસી આવ્યા હતા અને તેઓએ દંપતીને ઘરમાંજ ચાકૂના ઘા ઝીંકીને મોતને ઘા ઉતારી દીધા હતા. આમ વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરતા હત્યા કરવામાં મૃતક દંપતીની પુત્રવધુ અને તેમનો સગીર પૌત્ર જ સામેલ હોવાનું સામે આવ્યું છે. પોત્રએ તેના મિત્રો મારફતે હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. પોલીસે 30 લાખ 30 હજાર રોકડ અને 84 લાખના સોનાના ઘરેણાં પણ હત્યારાઓ પાસેથી રિકવર કર્યા છે.

પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરતા સગીર પૌત્રએ માતા મિત્તલકુમારી ભાટીની સાથે મળીને હત્યા માટેની સોપારી આપી હતી. આ માટે 10 લાખ રુપિયાની સોપારી આપી હોવાનું કબૂલ્યું હતુ. મિત્તલકુમારીએ કબૂલાત કરતા હત્યાનો ભેદ ખોલ્યો હતો. તેની પર સાસુ સસરા ત્રાસ ગુજારતા હોવાને લઈ તેનાથી તંગ આવી જઈને હત્યા કરવાનું નક્કી કર્યું હતુ.

આ માટે પુત્રના મિત્ર હેત પટેલને સોપારી આપી હતી. આ માટે દશ લાખ રુપિયા આપવાનું નક્કી કર્યું હતુ. હેત પટેલે માણસાના લીંબોદરાના વિપુલસિંહ નાથુસિંહ વાઘેલાની સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા દરમિયાન પુત્રવઘૂ મિત્તલકુમારી અને પૌત્રએ મૃતક મીનાકુંવરબાનું મોઢૂ દબાવી રાખ્યું હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો
Next articleસુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોના કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ