Home અન્ય રાજ્ય દેશના અમુક રાજ્યમાં ઠંડી, વરસાદ તો અમુક રાજ્યોમાં હિટવેવ, ઓરેન્જ એલર્ટ

દેશના અમુક રાજ્યમાં ઠંડી, વરસાદ તો અમુક રાજ્યોમાં હિટવેવ, ઓરેન્જ એલર્ટ

41
0

(જી.એન.એસ) તા. 3

શ્રીનગર/ભુજ,

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગરમીનો પ્રકોપ આગામી 3-4 દિવસ યથાવત રહેશે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પણ બપોરના બાર વાગ્યા પછી રસ્તાઓ સૂમસામ જોવા મળે છે. ત્યારે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઠંડી પડી રહી છે અને અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો હતો.

હવામાન વિભાગના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોમાં ટ્રફ તરીકે જોવામાં આવે છે. તેની ધરી સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી, રેખાંશ 42°E સાથે 26°N અક્ષાંશની ઉત્તરે છે.

પૂર્વોત્તર આસામ પર ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.ઉત્તરપૂર્વ બાંગ્લાદેશમાં નીચલા સ્તર પર ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે.આ ટ્રફ ઉત્તર બિહારથી નાગાલેન્ડ સુધી વિસ્તરે છે, જે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને દક્ષિણ આસામ પર ચક્રવાતી પરિભ્રમણમાંથી પસાર થાય છે.

ગુજરાત માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમી યથાવત રહેશે. આ સાથે આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે તેમજ હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ભાવનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર અને દિવમાં હિટવેવની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ગરમીના પ્રકોપની આગાહી કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનના કારણે ગરમી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમરેલીમાં 41.3 ડિગ્રી નોંધાઈ છે. તો અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પોલીસે ટેન્કરમાં છુપાવેલ 51 લાખથી વધુનો ગેરકાયદેસર અંગ્રેજી દારુ જપ્ત કર્યો
Next articleકોંગ્રેસના શેહઝાદા ને ચૂંટણી લડવા માટે જગ્યાઓ બદલવી પડે છે, હું તેમણે કહું છું સરો નહિ, ભાગો નહિ: પી એમ મોદી