(જી.એન.એસ) તા. 3
કાનપુર,
ઇસરો ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, IIT કાનપુર, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને IIT-ISM ધનબાદના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમાં ખૂબ મોટી વાત જાણવા મળી હતી કે, ચંદ્ર પર આપણી અપેક્ષા કરતા અનેકગણુ પાણી છે. આ પાણી ચંદ્રના બન્ને ધ્રુવો પર છે. ચંદ્ર પર અપેક્ષા કરતા વધુ બરફ છે. પરંતુ આ સપાટીની નીચે છે. તેને ખોદીને બહાર કાઢી શકાય છે. આ સ્ટડી માં કહેવાયુ છે કે, ચંદ્રની સપાટીની 2-4 મીટર નીચે બરફ છે. અગાઉ જે ધારણા હતી આ બરફ તેના કરતા 5થી 8 ગણો વધારે છે. તેને ડ્રિલિંગ કરી કાઢી શકાય છે. એનાથી માણસ ચંદ્ર પર લાંબા સમય સુધી રહી શકે છે.
ઇસરો દ્વારા કરાયેલા ખુલાસામાં કહેવાયુ છે કે, આ પાણી ચંદ્રની સપાટી ખોદીને કાઢી શકાય છે. તે પાણી સપાટીની નીચે છે. આ સ્ટડી ISROની સ્પેસ એપ્લિકેશન સેન્ટર, IIT કાનપુર, જેટ પ્રોપલ્શન લેબોરેટરી, યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કોલિફોર્નિયા, IIT -ISM ધનબાદના વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કરી છે. આ સ્ટડીના કારણે હવે બીજી સ્પેસ એજન્સીઓને ફાયદો થઈ શકે છે. આ સ્ટડીમાં એમ પણ કહેવાયુ છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ કરતા ઉત્તર ધ્રુવ પર ડબલ ગણો બરફ છે. આ બરફના અસ્તિત્વના સવાલ પર ISROએ જણાવ્યુ કે, જ્યારે ચંદ્ર બની રહ્યો હતો ત્યારે ઈમ્બ્રિયન કાળમાં જ્વાળામુખી વિસ્ફોટથી ચંદ્રના ખાડામાં ગેસ ધીરે ધીરે ગેસે બરફના સ્વરુપે જમા થયો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.