(જી.એન.એસ) તા. 2
આઈ પી એલ 2024 ની 49મી મેચ પંજાબ કિંગ્સચેન્નાઈ સુપર કિંગ્સવચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સનો 7 વિકેટે વિજય થયો હતો અને ચેન્નાઈને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 62 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને તેની સાથે તે આઈપીએલ 2024માં ઓરેન્જ કેપ હોલ્ડર પણ બન્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે IPL 2024માં પંજાબ કિંગ્સ સામે 48 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ સાથે ઋતુરાજે ચેન્નાઈ માટે 10 મેચમાં 509 રન બનાવ્યા છે, જે આઈપીએલ 2024માં આ સૌથી વધુ રન છે અને વિરાટ કોહલીને પાછળ છોડીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મેચ પહેલા સૌથી વધુ રનનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. વિરાટે આ T20 લીગમાં 10 મેચમાં 500 રન બનાવ્યા છે. આ સાથે જ ઋતુરાજ ગાયકવાડે ઈતિહાસ રચ્યો અને IPL સિઝનમાં 500 થી વધુ રન બનાવનાર ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રથમ કેપ્ટન બની ગયો છે.
ઓરેન્જ કેપની રેસમાં સાઈ સુદર્શન ત્રીજા સ્થાને છે, જેણે ગુજરાત ટાઇટન્સ માટે 10 મેચમાં 418 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 406 રન સાથે ચોથા સ્થાને છે. જ્યારે ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધીમાં 398 રન બનાવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.