(જી.એન.એસ) તા. 1
ઇસ્લામાબાદ,
પાકિસ્તાન ના રહવાસીઓ અને પ્રવાસીઓ માટે વધુ એક માઠા સમાચાર, વૈશ્વિક ઓનલાઈન ટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’ એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે.અગાઉ ઉબરે 2022માં કેટલાક મોટા શહેરોમાં તેની સેવાઓ બંધ કરી દીધી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમારી પેટાકંપની બ્રાન્ડ ‘કરીમ’ સમગ્ર પાકિસ્તાનમાં ટેક્સી સેવાઓ આપવાનું ચાલુ રાખશે, ઉબરે 2019માં 3.1 બિલિયન યુએસ ડોલરમાં હરીફ કરીમને હસ્તગત કરી હતી. તે સમયે બંને કંપનીઓએ કહ્યું હતું કે તેઓ તેમની સંબંધિત પ્રાદેશિક સેવાઓ અને સ્વતંત્ર બ્રાન્ડ્સનું સંચાલન કરવાનું ચાલુ રાખશે. ઉબરે 2022માં કરાંચી, મુલતાન, ફૈસલાબાદ, પેશાવર અને ઈસ્લામાબાદમાં કામગીરી બંધ કરી દીધી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ઉબર વપરાશકર્તાઓ કે જેમના ખાતામાં બેલેન્સ છે તેઓ તેમની રકમ યોગ્ય સમયે પાછી મેળવી શકે છે અને તેમને કરીમની મફત સેવાઓ પણ મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.