Home દુનિયા - WORLD ઇન્ડોનેશિયાના માઉન્ટ રુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો

ઇન્ડોનેશિયાના માઉન્ટ રુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો

50
0

(જી.એન.એસ) તા. 1

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં ફરી એક વાર ભય નો માહોલ, માઉન્ટ રુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો. જ્વાળામુખી વિસ્ફોટના કારણે લગભગ બે કિલોમીટર સુધી આકાશમાં ધૂળ ફેલાઈ ગઈ હતી. હવામાં ફેલાયેલી ધૂળને કારણે એક એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. જ્વાળામુખી ફાટવાને કારણે તેનો કાટમાળ આસપાસના ગામોમાં ફેલાઈ ગયો હતો. હાલમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અધિકારીઓ જ્વાળામુખી પર નજર રાખી રહ્યા છે. પ્રાદેશિક એરપોર્ટ ઓથોરિટીના વડા એમ્બાપ સૂર્યોકોએ જણાવ્યું હતું કે ઓછી દૃશ્યતા અને રાખને કારણે એરક્રાફ્ટ એન્જિન પર કોઈ ખતરો ન સર્જાય તે માટે મંગળવારે સવારે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. મનાડો સહિત સમગ્ર પ્રદેશના નગરો અને શહેરોમાં આકાશમાંથી રાખ, કાંકરા અને પથ્થરો પડતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, વાહનચાલકોને દિવસ દરમિયાન પણ તેમના વાહનોની હેડલાઈટ ચાલુ રાખીને મુસાફરી કરવાની ફરજ પડી હતી. મનાડોમાં 430,000 થી વધુ લોકો રહે છે.

ઇન્ડોનેશિયા જિયોલોજિકલ સર્વિસ સાથે સંકળાયેલા અધિકારીઓએ જ્વાળામુખી ફાટવાના સંકેતો મળ્યા બાદ સુલાવેસી ટાપુ પર ચેતવણી જારી કરી હતી. સત્તાવાળાઓએ નજીકના ગામોમાં રહેતા લોકોને અને આરોહકોને જ્વાળામુખીથી ઓછામાં ઓછા છ કિલોમીટર દૂર રહેવાની વિનંતી કરી હતી. ઉત્તર સુલાવેસી પ્રાંતમાં 725-મીટર (2,378 ફૂટ) ઊંચો જ્વાળામુખી પ્રાંતની રાજધાની મનાડોમાં સેમ રતુલાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 95 કિલોમીટર ઉત્તરપૂર્વમાં સ્થિત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં હાઇવે તૂટી પડતાં 19નાં મોત, 10 થી વધુ વાહનોમાં ફસાયા
Next articleચીન ના ગુઆંગઝૂમાં પ્રચંડ વાવાઝોડું, 5 નાં મોત, 33 થી વધુ ઘાયલ