Home દેશ - NATIONAL હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા પર્યટન કારોબાર માટે ફાયદાકારક, પરંતુ ક્યારેક મનોરંજન કરવા આવતા...

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા પર્યટન કારોબાર માટે ફાયદાકારક, પરંતુ ક્યારેક મનોરંજન કરવા આવતા પ્રવાસીઓ માટે આ મોટી સમસ્યા 

34
0

(જી.એન.એસ) તા. 1

મનાલી/નવી દિલ્હી,

હિમાચલ પ્રદેશમાં એપ્રિલ મહિનામાં થઇ રહેલી હિમવર્ષા પર્યટન કારોબાર માટે ખુબજ ફાયદાકારક સબીટ થઈ રહ્યું છે પણ ક્યારેક મનોરંજન કરવા આવતા પ્રવાસીઓ માટે આ મોટી સમસ્યા બની જતી હોય છે. કારણ કે ભારી હિમવર્ષાના કારણે અટલ ટનલ રોહતાંગથી ધુંધી સુધીના રસ્તા પર બરફનું મોટું પડ છવાય ગયુ હતુ. આ કારણે ટનલમાં ઘણા બધા વાહનો ફસાઇ ગયા છે. અત્યારે અટલ ટનલથી અવર જવર શરૂ થઇ નથી.

ટનલમાં ફસાયેલી ગાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 10 કલાક સુધી રેસ્ક્યુ ચાલ્યુ હતુ. મનાલી પોલીસ અને મનાલી પ્રશાસનની સખત મહેનત બાદ વાહનોને સુરક્ષિત રીતે મનાલી મોકલવામાં આવી રહ્યા છે. સોમવારે સવારે બધા પર્યટકો લાહોર બાજુ જઇ રહ્યા હતા. ત્યારે વરસાદ પડી રહ્યો હતો. ત્યારબાદ 11 વાગ્યા પછી હિમવર્ષા શરૂ થઇ હતી. ત્યાર સુધી સોલંગનાળાથી લાહોર બાજુ 1200થી પણ વધુ વાહનો લાહોર ઘાટીમાં પ્રવેશી ચુક્યા હતા.

લાહોર કરતાં મનાલી તરફની ટનલના સાઉથ પોર્ટલમાં બરફની સ્પીડ વધી હતી . જેના કારણે વાહન ફસાઇ ગયા હતા અને અટલ ટનલમાં પર્યટકોના વાહનની લાંબી લાઇન હતી. 1200 વાહનોમાં 800 જેટલા પર્યટકો ફસાઇ ગયા હતા. બરફની સ્પીડ વધતા મનાલી પોલીસે પર્યટકોને પાછા મોકલવાનુ શરૂ કર્યુ હતુ.

બપોરે 3 વાગે DCP મનાલીના નેતૃત્વમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. સાઉથ પોર્ટલ મનાલી પાસે 7 ઇંચ જ્યારે નૉર્થ પોર્ટલમાં લાહોર પાસે 5 ઇંચ હિમવર્ષા થઇ હતી. ખુશીની વાત તો એ છે કે રાત્રે 12 વાગ્યે સુધી બઘા વાહનોની સાથે સવારે બધા જ લોકોને સુરક્ષિત મનાલી પહોંચતા કર્યા હતા.

મંગળવારે હવામાન સાફ થતાની સાથે જ BRO એ રસ્તા પર જમા થયેલો બરફ હટાવવાનું કામ શરૂ કર્યું. ફરી એકવાર અટલ ટનલથી વાહનોની અવરજવર શરૂ થશે. ડીસી કુલ્લુ તોરુલ એસ રવીશે કહ્યું કે ભારે હિમવર્ષાના કારણે સોલંગનાલાથી ધુંધી અને નોર્થ પોર્ટલ સુધી લગભગ 1200 વાહનો ફસાયા હતા અને લગભગ ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી
Next articleદિલ્હીમાં શાળાઓમાં બોમ્બની ધમકીનો ઈ-મેલ મળ્યા બાદ તમામ શાળાઓને બંધ જાહેર કરી દેવામાં આવી