(જી.એન.એસ),તા.૨૯
મુંબઈ,
ચિંતન પરીખે બનાવેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને સારા પ્રતિસાદ મળ્યા બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ પણ બનવા જઇ રહી છે, જેનું શૂટિંગ શરુ થવાની તૈયારીમાં છે અને આ વર્ષે જ આ ફિલ્મ રીલીઝ થવાની છે. ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સ્ટોરી ચિંતન પરીખ એક 28 વર્ષીય મધ્યમવર્ગીય માણસ તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજી મંદિરની એક સફર પર તે પ્રાર્થના કરે છે અને એવી શક્તિ માંગે છે કે તે સ્ત્રીઓની મનની વાત સમજી શકે, આ સાથે આ ફિલ્મમાં કોમેડી અને થોડો રોમાન્સનો મસાલો પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેના આટલા લાંબા કરિયરમાં પહેલી વખત એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 19 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થઈ હતી. જેને ગુજરાતી ચાહકોનો સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં એક ગીત પણ આવે છે બોલો મારી અંબે જય જય અંબે આ ગીત કીર્તિદાન ગઢવીએ ગાયું હતુ.
ફકત મહિલા માટે ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ “મનોરંજનની સાથે સંદેશ મેળવવા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતી બોલતા જોવાનો લહાવો પણ લીધો હતો. આ ફિલ્મનું નામ માત્ર ફક્ત મહિલાઓ માટે છે, પરંતુ પુરુષો પણ આ ફિલ્મને જોઈ શકે છો, આ ફિલ્મમાં એક આખા પરિવારની સ્ટોરી રજુ કરવામાં આવી છે. સાથે સાથે શાનદાર ડાયલોગ પણ ચાહકોને પસંદ આવ્યા હતા. ફક્ત મહિલાઓ માટે ફિલ્મે બોક્સ ઓફિસ પર 20 કરોડની કમાણી કરી હતી. હવે નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ 29મી એપ્રિલથી તેમની ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરૂષો માટે’નું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ‘ફક્ત પુરૂષો માટે જન્માષ્ટમી 2024 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. કલાકાર મેગા સ્ટાર યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા, દર્શન જરીવાલા છે.પહેલા પાર્ટ ફક્ત મહિલાઓ માટેના સ્ટાર અભિનેતા યશ સોનીએ આ ફિલ્મની જાહેરાત કરતા કહ્યું પાવર અલગ છે, મજા ડબલ છે ! ફક્ત પુરુષો માટે જન્માષ્ટમી 2024. હવે ચાહકો ફક્ત મહિલાઓ માટેની ફિલ્મના બીજા પાર્ટની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘ફક્ત પુરૂષો માટે’ આ વર્ષે એટલે કે, જન્માષ્ટમીના શુભઅવસર પર રિલીઝ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.