Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

19
0

(જી.એન.એસ),તા.૨૬

નવીદિલ્હી,

સુપ્રીમ કોર્ટે 26 એપ્રિલ 2024 શુક્રવારે, VVPAT સ્લિપ બાબતની તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ઉમેદવાર પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ફરીથી ચકાસણીની માગ કરી શકે છે. એન્જિનિયરો માઇક્રોકન્ટ્રોલરની મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો કોઈ અનિયમિતતા સાબિત થશે તો ખર્ચ કરેલા પૈસા પરત કરવામાં આવશે. ચુકાદો આપતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, “ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડને ધ્યાનમાં લેવો જોઈએ.” બેન્ચ સમક્ષ આપવામાં આવેલી અરજીઓમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની પણ માગ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

ગઈ સુનાવણી દરમિયાન જ કોર્ટે આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આયોજિત છેલ્લી સુનાવણીમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની બેન્ચે VVPAT સાથે EVM દ્વારા પડેલા મતોની ચકાસણી સંબંધિત અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું કે, “અમે ખોટા સાબિત થવા માંગતા નથી, પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ.” આ કારણોસર અમે સ્પષ્ટતા માંગવાનું વિચાર્યું, VVPAT દ્વારા મતદાતા જાણી શકે છે કે તેમનો મત એ જ વ્યક્તિને ગયો છે કે નહીં, જેને તેમણે મત આપ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપતિ-પત્નીની સંપત્તિ સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી
Next articleઆગામી 24 કલાક દરમિયાન દેશમાં હીટવેવની સાથે વાવાઝોડા અને વરસાદની આગાહી