(જી.એન.એસ) તા. 25
જેસલમેર,
ભારતીય વાયુસેના (IAF) UAV વિમાન રાજસ્થાન રાજ્યના જેસલમેરમાં ક્રેશ થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ દૂર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ હતી. વાયુસેના નું વિમાન તેની નિયમિત ઉડાન પર હતું. આ દૂર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
આ અકસ્માત જેસલમેરના પિથલા વિસ્તારમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન સરહદી વિસ્તારો પર નજર રાખી રહ્યું હતું. પોલીસ અધિક્ષક સુધીર ચૌધરીએ કહ્યું કે આ કોઈ જાસૂસી વિમાન હોઈ શકે છે. આ ઘટનાના પ્રત્યક્ષદર્શી પરમવીરસિંહ રાવલોતે જણાવ્યું કે જ્યારે આ પ્લેન તુટીને નીચે પડ્યું ત્યારે અમે ટ્યુબવેલ પર બેઠા હતા.
વિમાન સળગીને ભડથુ થયુ –
પ્લેન ક્રેશ થયા બાદ તેમાં જોરદાર આગ લાગી હતી, જેના કારણે તે બળીને ખાખ થઈ ગયું હતું. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને ભારતીય વાયુસેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.