(જી.એન.એસ) તા. 25
નવી દિલ્હી,
આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપો પર ચૂંટણી આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના ભાષણો પર સંજ્ઞાન લઈને નોટીસ ઈશ્યુ કરી છે. ચૂંટણી આયોગે 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ પણ માંગવામાં આવ્યો છે. ભાજપ અને કોગ્રેસ બન્ને પાર્ટીઓએ એક બીજા નેતાઓ વિરૂધ્ધ ચૂંટણી આયોગમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને ધર્મ, જાતિ, સંપ્રદાય અને ભાષાના નામે લોકો વચ્ચે નફરત ફેલાવવા અને લગાવવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજા પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્યો છે. બંને પક્ષોને 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.
ચૂંટણી પંચે બંને પક્ષોના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.
પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.
ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. ભાજપ જે રીતે ધર્મનો ઉપયોગ કરી રહી છે અથવા તો તેનો દુરુપયોગ કરી રહી છે. જે એકદમ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડાની રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો લોકોની મિલકતો લઈ લેવામાં આવશે અને વધુ બાળકો અને ઘૂસણખોરો ધરાવતા લોકોમાં વહેંચવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે જ્યારે સરકાર બનશે ત્યારે અમે માતા-બહેનોના સોનાની ગણતરી કરીશું, તેની માહિતી લઈશું અને પછી તેનું વિતરણ કરીશું. પીએમ મોદીની આ ટિપ્પણી અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.
તે જ સમયે, ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની રેલીઓમાં ભાષા અને શબ્દોના ઉપયોગને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ભાષાના આધારે તમિલનાડુમાં લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના ભાષણોમાં ભાષાના આધારે ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે પોતાની લેખિત ફરિયાદમાં રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.