Home જ્યોતિષ, ધાર્મિક શુક્ર મીન રાશી માંથી મેષ રાશિમાં પ્રવેશ

શુક્ર મીન રાશી માંથી મેષ રાશિમાં પ્રવેશ

99
0

(જી.એન.એસ) તા. 25

મોડી રાત્રે શુક્ર ગ્રહે મીન રાશીમાંથી મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે, શુક્ર એક મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. શુક્ર ગ્રહની વાત કરીએ તો જીવનમાં ધન, વિલાસતા, પ્રેમ અને આકર્ષણનો કારક ગ્રહ શુક્ર જ્યારે રાશિ પરિવર્તન કરે છે તો લોકોને આર્થિક સ્થિતિ, સુખ સુવિધા, લવ લાઇફ પર અસર થાય છે. 

 વિવિધ રાશિઓમાં કોઈ પણ ગ્રહના ગોચરનું બધુ રાશિઓ પર પ્રભાવ પડે છે. જોઈએ 12 રાશિઓ પર શું રેહશે અસર:-

મેષ 
શુક્ર ગોચરથી તમારી બોલેલી વાતોનો પ્રભાવ પડશે. પરંતુ તમને બીજી મદદ મેળવવામાં મુશ્કેલ થશે. 19 મે સુધી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ગૃહસ્થ સુખ મેળવવા પરિશ્રમ કરવો પડી શકે છે. શુભ ફળ મેળવવા માટે નહાવાના પાણીમાં એક ચમચી હળદર નાખીને સ્નાન કરો. 

વૃષભ 
શુક્રના ગોચરથી તમને શૈય્યા સુખ મળશે. તમને જરૂરના સમયે જીવનસાથી પાસેથી મદદ મળશે. તમને દરેક પ્રકારના સુખસાધન પ્રાપ્ત થશે. સંતાનથી પણ સુખ મળશે. જોકે 19 મે સુધી તમારા ખર્તામાં વધારો થઈ શકે છે. તમને ફાલતુ વસ્તુઓમાં પૈસા લગાવવાથી બચવું જોઈએ. 

મિથુન 
શુક્રના ગોચરથી તમને ધન લાભ થશે. જો તમે પોતાના દરેક કામ જીવનસાથીની સલાહથી કરો તો નિશ્ચિત રીતે તમારી આર્થિક સ્થિતિ સારી થશે. તમારી આવકમાં વધારો થશે અને 19 મે સુધી તમારી ઘણા દિવસોથી અધુરી ઈચ્છા પણ પુરી થઈ શકે છે. 

કર્ક 
શુક્રના ગોચરના પ્રભાવથી જીવનસાથીનું સુખ મળશે. સાથે જ સંતાનની તરફથી શુભ સમાચાર મળી શકે છે. 19 મે સુધી તમારા પિતાની ઉન્નતિમાં મુશ્કેલી આવી શકે છે. સાથે જ તમને પોતાના કરિયરને સારૂ બનાવવામાં વધારે મહેનત કરવી પડી શકે છે. 

સિંહ 
શુક્રના આ ગોચરના પ્રભાવથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે. સાથે જ ધન લાભ થશે. 19 મે સુધી કરવામાં આવેલી તીર્થ યાત્રા સુખદ રહેશે. સાથે જ તમને પોતાની મહેનતનું ફળ જરૂર મળશે. 

કન્યા 
શુક્રના આ ગોચરથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. તમને કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ નહીં આવે પરંતુ તમને પોતાનું ભોજન સારી રીતે લેવું જોઈએ. જીવનસાથીની દરેક વાતને ધ્યાનથી સાંભળો અને તેમની સલાહથી કામ કરો. 

તુલા
શુક્રના આ ગોચરથી બીજાના પ્રતિ તમારો સ્વભાવ નરમ રહેશે. જીવનસાથી સાથે તમારો સંબંધ સારો રહેશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. પરિવારનો સહયોગ મળશે. સુખની પ્રાપ્તિ થશે. વધારે સમય બહારની યાત્રાઓમાં પસાર થશે. 

વૃશ્ચિક 
શુક્રના ગોચરથી તમને સમય સમય પર પોતાના મિત્રોનો સહયોગ મળી રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારી પાસે ધન સામાન્ય રીતે બની રહેશે. 19 મે સુધી તમારા પરિવારની ઉન્નતિ થશે. સંતાન પક્ષ પાસેથી પણ તમને લાભ મળશે. 

ધન 
શુક્રના આ ગોચરના પ્રભાવથી તમે ઘરપરિવાર બાળકોથી પરિપૂર્ણ રહેશો. તમને ધનનો લાભ મળશે. તમારી પાસે નવા વિષયોની જાણકારી વધશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. જીવનમાં મોજ શોખ માં વધારા સાથેજ ખર્ચનો પણ વધારો થશે. 


 
મકર 
શુક્રના આ ગોચરના પ્રભાવથી તમને ભૂમિ, ભવન અને વાહનના લાભ મેળવવામાં સરળતા થશે. તમને માતા પાસે હસયોગ મેળવવામાં પણ મુશ્કેલી થશે. જીવનસાથીની ભાવનાઓની કદર કરો. સંતાનના કરિયરને સારૂ બનાવવાનો પ્રયત્ન કરો. 

કુંભ           
શુક્રના ગોચરના પ્રભાવથી ભાઈ-બહેનોની સાથે તમારો સંબંધ સ્થિર બની રહેશે. અચાનક ધન લાભ થઈ શકે છે. તમે પોતાની વાત બીજાને કહેવામાં સંકોચ નહીં કરો. તમારો આત્મવિશ્વાસ વધશે. સાથે જ 19 મે સુધી તમને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. 

મીન 
શુક્રના આ ગોચરના પ્રભાવથી તમને 19 મે સુધી આર્થિક રીતે કોઈ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે. તમને ધનનો લાભ મળશે. તમારી સામે ધનલાભના ઘણા અવસર આવશે. તમને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય વાયુસેના નું UAV વિમાન રાજસ્થાનના જેસલમેરમાં ક્રેશ
Next articleઅમદાવાદના ઔદ્યોગિક એકમોના ૫૦ હજારથી વધુ કર્મચારીઓ તથા શ્રમયોગીઓએ લીધો ‘મતદાન અવશ્ય કરીશું’ નો સંકલ્પ