(જી.એન.એસ) તા. 23
નવી દિલ્હી,
દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો વધારો થયો છે. એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સીએમ કેજરીવાલની હાજરી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી. હાજર થયા બાદ વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ એક્સાઇઝ કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે.
કોર્ટે આ કેસ સાથે સંબંધિત બે અન્ય આરોપીઓ, BRS નેતા કે કવિતા અને આમ આદમી પાર્ટીના કથિત ફંડ મેનેજર ચરણપ્રીત સિંહની ન્યાયિક કસ્ટડી પણ 7 મે સુધી લંબાવી છે. મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તે દિલ્હી ની તિહાર જેલ માં છે. સીએમ કેજરીવાલ પર દિલ્હી સરકારની નવી એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગનો આરોપ છે. તેની ધરપકડ પહેલા EDએ તેને અનેક સમન્સ મોકલ્યા હતા. ધરપકડથી બચવા માટે કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધો હતો. હવે ફરી તેની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી છે.
ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને આમ આદમી પાર્ટીએ કેન્દ્રમાં અનેક સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષનું કહેવું છે કે કેન્દ્ર સરકાર પોતાના અંગત ફાયદા માટે અને વિપક્ષી નેતાઓના અવાજને દબાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. હાલમાં જ AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે સીએમ કેજરીવાલને જેલની અંદર ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે કેજરીવાલના સેલના સીસીટીવી કેમેરાની ધરી પીએમઓ અને એલજી પાસે છે. કેજરીવાલને અપાઈ રહેલા ત્રાસ પર ખુદ વડાપ્રધાન નજર રાખી રહ્યા છે. સંજય સિંહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.