Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિતઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજખુલ્લો મૂકાયો

અમદાવાદના કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિતઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજખુલ્લો મૂકાયો

25
0
(જી.એન.એસ) તા. 22

અમદાવાદ,

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હવે ટ્રાફિક ની સમસ્યા માં મોટો ઘટાડો થશે, વિસ્તારના લોકોને ટ્રાફિક અને હાલાકીનો સામનો નહી કરવો પડે કારણ કે, કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર ચાર રસ્તા પરના ઓવરબ્રિજ ને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

અંદાજે રૂપિયા 62 કરોડના ખર્ચે ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ઈંધણ અને સમય બંન્નેની બચત થશે. ઘોડાસર ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનવાના કારણે આશરે 2.50 લાખ જેટલા વાહન ચાલકોને ફાયદો થશે અને ટ્રાફિક ની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

ઘોડાસર, નારોલ અને નરોડાના લોકો માટે રાહતની વાત છે કે, નાગરિકો માટે નવનિર્મિત ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ ખુલ્લો મૂકાતા પ્રજાએ ટ્રાફિકની સમસ્યાથી હાશકારો અનુભવ્યો છે.

અગાઉ થોડા દિવસ પેહલા, લોડિંગ ટેસ્ટ બાદ સત્તાવાર રીતે ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકાયો છે. આચારસંહિતાના કારણે ઉદ્ઘાટન ન કરી પ્રજા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી અને ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા રાજકોટ ખાતે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
Next articleઈઝરાયેલ અને ઈરાન વચ્ચે થયેલો ભડકો ભારતને પણ અમુક અંશે નડી શકે છે