Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ સંકુલમાં કોન્સ્ટેબલથી લઈને DySP કક્ષાના કર્મચારીઓને ટ્રેનિંગ મળે તેવી...

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ સંકુલમાં કોન્સ્ટેબલથી લઈને DySP કક્ષાના કર્મચારીઓને ટ્રેનિંગ મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે…

34
0

(જી.એન.એસ) તા. 22

અમદાવાદ,

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ સંકુલમાં 45 એકરમાં અત્યાધુનિક ટ્રેનિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે. જેમાં કોન્સ્ટેબલથી લઈને DySP કક્ષાના કર્મચારીઓને ટ્રેનિંગ મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. 34 જેટલી સુવિધાઓથી સભર આ ટ્રેનિંગ એકેડમીમાં સ્પોર્ટ્સની તમામ એક્ટિવિટી ઓલિમ્પિકની કક્ષાની રહેશે. સાથોસાથ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તથા પરેડ ગ્રાઉન્ડ પણ ઓલિમ્પિક લેવલના બનાવવામાં આવશે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન – GIPCA તરીકે ઓળખાય છે. ગૃહ વિભાગના અલગ અલગ પ્રભાગો જેવા કે પોલીસ પ્રભાગ, જેલ પ્રભાગ અને હોમગાર્ડસ સહિતના બીજા યુનિફોર્મ પોલીસ ફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓ રિફ્રેશર ટ્રેનિંગ કોર્સથી લઈને નવા તાલીમ લેનારાને બેઝિક ટ્રેનિંગ આ સેન્ટરમાં મળી રહે તે હેતુથી ટ્રેનિંગ એકેડમી આગામી બે વર્ષમાં શરૂ કરવામાં આવશે. આ ટ્રેનિંગ સેન્ટરનું બાંધકામથી લઈને ટ્રેનિંગના સંસાધનો નેશનલ લેવલના હોય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. GIPCAમાં ટ્રેનિંગ સેન્ટર બાંધકામની કામગીરી બે ફેઝમાં કરવામાં આવશે. હાલ પ્રથમ ફેઝ માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગમાંથી રૂપિયા 138 કરોડ ફાળવવામાં આવ્યા છે. 45 એકરમાં બનવા જઈ રહેલા આ ટ્રેનિંગ સેન્ટરમાં મહિલા અને પુરુષ તાલીમાર્થીઓ માટે રહેવા માટેના રૂમ પણ અત્યાધુનિક બનાવવાના છે. દરેક રૂમમાં એસી, ફ્રીઝ તથા ટીવીની સુવિધા પણ રહેશે.

સાબરમતી સેન્ટ્રલ જેલ સંકુલમાં બનવા જઈ રહેલી ટ્રેનિંગ એકેડમી નેશનલ લેવલની ટ્રેનિંગ એકેડમીનું રૂપ ધારણ કરી લેશે. આ એકેડમીમાં તમામ ટ્રેનિંગ મોડ્યુલનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેનું સ્તર પણ ઘણું ઊંચું કરવામાં આવ્યું છે. ઘણી બધી નેશનલ તથા ઇન્ટરનેશનલ કોલેજો સાથે MoU કરવામાં આવનાર છે. જેમાં ઘણીખરી તો ઇન્ટરનેશલ યુનિવર્સિટીના પ્રોફેસરો આવીને તાલીમાર્થીઓને ભણાવશે. પોલીસ ફોર્સીસના કોન્સ્ટેબલથી લઈને DySP સુધીના કર્મચારીઓને GIPCAમાં ટ્રેનિંગ અપાશે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં 45 એકરમાં આ ટ્રેનિંગ સ્કૂલ બનવા જઈ રહી છે આગામી બે વર્ષમાં GIPCAનું કામ સંપૂર્ણ પૂરું થઈને તૈયાર થઈ જશે. હાલ 138 કરોડના ખર્ચે આ ટ્રેનિંગ સ્કૂલ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં પોલીસથી લઈને પેરામિલેટરી સુધીના યુનિફોર્મ પોલીસ ફોર્સીસને ટ્રેનિંગ મળી રહે તે મુજબની વ્યવસ્થા હશે. સૌથી મહત્વની વાત એ છે કે, ટ્રેનિંગ સેન્ટરનું લોકેશન શહેરની મધ્યમાં આવેલું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ માટે ટેક્નિકલ સપ્લાય પૂરી પાડતી 1 બેલારુસિયન અને 3 ચીની કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો
Next articleદૈનિક રાશિફળ (23-04-2024)