Home દુનિયા - WORLD અમેરિકામાં ભારતીય નાગરિક ડાર્ક વેબ પર ડ્રગ્સ વેચવા બદલ દોષી; 5 વર્ષની...

અમેરિકામાં ભારતીય નાગરિક ડાર્ક વેબ પર ડ્રગ્સ વેચવા બદલ દોષી; 5 વર્ષની જેલ, 1.25 હજાર કરોડ રૂપિયા જપ્ત

35
0

(જી.એન.એસ) તા. 20

લંડન,

ચાલીસ વર્ષીય અમેરિકામાં રેહતો ભારતીય નાગરિક બનમીત સિંહને ડાર્ક વેબ પર ડ્રગ્સ વેચવા બદલ કોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, આ સિવાય તેની પાસેથી 1.25 હજાર કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, બનમીતે ડાર્ક વેબ પર માર્કેટિંગ સાઇટ્સ બનાવી હતી. તેના નામ સિલ્ક રોડ, આલ્ફા બે, હન્સા હતા. અહીં તે ડ્રગ્સ અને બીજી દવાઓ જેમ કે ફેન્ટાનીલ, LSD, એકસ્ટેસી, કેટામાઈન અને ટ્રામાડોલ જેવી દવાઓ વેચતો હતો.

ડ્રગ્સ ખરીદનારા ગ્રાહકો ક્રિપ્ટોકરન્સી દ્વારા ચૂકવણી કરતા હતા. આ પછી બનમીતે પોતે ડ્રગ્સના શિપિંગની જવાબદારી સંભાળી હતી. તે યુએસ મેઇલ અથવા અન્ય સેવાઓ દ્વારા યુરોપથી અમેરિકામાં ડ્રગ્સ પહોંચાડતો હતો. 2012 અને જુલાઈ 2017ની વચ્ચે, બનમીતના અમેરિકામાં ડ્રગ્સ વેચવાના 8 કેન્દ્રો હતા. તે તમામ ઓહાયો, ફ્લોરિડા, મેરીલેન્ડ, ન્યુયોર્ક અને વોશિંગ્ટનમાં હતા. બનમીત હલ્દવાનીનો રહેવાસી છે. એપ્રિલ 2019માં તેની લંડનથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેને માર્ચ 2023માં અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટની કાર્યવાહી વચ્ચે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમારી પત્ની બુશરા બીબીને ટોયલેટ ક્લીનર મિશ્રિત ભોજન આપવામાં આવી રહ્યું છે: ઈમરાન ખાને લગાવ્યા આરોપ
Next articleતમારી દાદીએ તેમના સર્વોચ્ચ શાસન દરમિયાન અમને જેલમાં પૂર્યા હતા, હવે તમે મને ડરવશો નહીં: પિનરાઈ વિજયન