Home ગુજરાત હું ભજનનો માણસ છું અને ભજનનો જ રહીશ, ભાજપ માં જોડાવાની વાત...

હું ભજનનો માણસ છું અને ભજનનો જ રહીશ, ભાજપ માં જોડાવાની વાત એક અફવા: હેમંત ચૌહાણ

1083
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા.૨૨

ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનકાર હેમંત ચૌહાણ લોકોને ભજન સંભળાવી ખુશ કરે છે. હેમંત ચૌહાણ ઘણા વર્ષોથી એક ગીતકાર છે. આજે હેમંત ચૌહાણની એક હાજરીથી  રાજનીતિમાં ભુચાલ આવી ગયો છે. સોમવારના દિવસે ગીતકલાકાર ભાજપના કમલમ ખાતે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. પરંતુ હેમંત ચૌહાણની એક તસ્વીર કોંગ્રેસના નેતા જોડે પણ દેખાતી વાયરલ થઈ છે. આ તસ્વીરમાં હેમંત ચૌહાણ સાથે કોંગ્રેસના ક્લચર કમિટીના ચેરમેન દિનેશ પટેલ અને મહામત્રી વિજય દવે દેખાઈ રહ્યા છે, ત્યાર બાદ કોંગ્રેસમાં જે તસ્વીર વાયરલ થઈ  સોનિયા ગાંધીની એક તસ્વીર દીવાલે દેખાઈ રહી છે.પરંતુ તસ્વીર તો ભાજપમાં પણ વાયરલો થઈ છે, પણ એ તસ્વીર પાછળ હકીકત કઈ જુદી હોઈ શકે છે.

આ વિવાદને લઈને હેમંત ચૌહાણે પોતાનો એક વિડીયો વાયરલ કર્યો જેમાં…. હેમંત ચૌહાણ જણાવી રહ્યા છે, કે હું ભજનનું માણસ છું અને ભજન જ ગાવાનો છુ.પરંતુ આજે જે મીડિયા માં ભાજપ માં જોડાવાની વાત ફરતી થઈ છે એ ખોટી છે. પરંતુ સત્ય હકીકત એ છે કે અમે કલાકાર છીએ અને કલાકારને સન્માન સિવાય બીજું કંઈ નથી જોતું. અમારું સન્માન તો કોંગ્રેસના સમયમાં પણ થયો એને પણ અમે એને વધાવી લીધું, અને રૂપાણી સરકારે પણ અમારું સન્માન કર્યો એને પણ અમે વધાવીએ છીએ. પરંતુ આજથી ઘણા વર્ષો પહેલા મને ચૂંટણી લડવાની ઓફર હતી ત્યારે પણ મેં એ વાતને ઠુકરાવી દીધી હતી. જેથી મારા ગુજરાતની જનતા ને વિનંતી છે કે જે વાત મીડિયા માં ચાલી રહી છે એ ખોટી છે અને હું ભાજપ માં જુડાયો નથી.

કોંગ્રેસ કલ્ચર કમિટીના ચેરમેન દિનેશ પટેલે GNS સાથે વાત ચીત કરતા જણાવ્યું કે સન્માન તો એક કલાકાર નો હક છે અને જ્યાં સન્માન મળશે ત્યાં કલાકાર જશે. પણ એ વાત કહેવી ઓએ હેમંત ચૌહાણ ભારતીય જનતા પાર્ટી માં જુદાય એ ખોટી છે કારણ કે હું પણ એક કલાકાર છું. તાજેતર માં હેમંત ચૌહાણ તાજેતરમાં અમારે ત્યાં આવ્યા હતા, ત્યારે અમે તેમનો સ્વાગત સુતરની આંટી પહેરાવીને સન્માન કર્યો હતો. પરંતુ ભાજપની આ સન્માન કરવાની પદ્ધતિ ખોટી છે. મોટા ભાગના કલાકારો આજે ભાજપ માં જોડાયા છે પણ તેમની પાછળની કહાની કઈ જુદી છે. જે કહાની થોડા સમય પછી બહાર આવશે. હેમંત ચૌહાણને સન્માન કરવાના બહાને કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા.પરંતુ ભાજપના અધ્યક્ષ જીતુવઘાણીયે તેમને સન્માન કરવાના બદલે ભાજપનો ખેસ પહેરાવી દીધો. આ અન્યાય એક કલાકાર સાથે થયો જેથી અમે તસ્વીરો પોસ્ટ કરી  છે. અને મને લાગી રહ્યું છે, કે ઘણા કલાકારો ભાજપમાં થોડા સમય જોડાયા છે તમને પણ ભાજપે સન્માન કરવાના બદલે ખેસ પહેરાવી દીધો છે જે કલાકારની ભાષા માં એનું અપમાન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકાર સખ્ત: ઉત્તરવહીમાં ગુણ કાપવાની ભૂલ સામે શિક્ષકો વિરુદ્ધ દંડનાત્મક લેવાશે પગલાં..
Next articleગાંધીનગર:દોલારાણા વાસણાની હાઈસ્કૂલના પ્રિન્સિપાલે કર્યું અનોખું ધર્મ કાર્ય