Nestle કથિત રીતે બાળકોના દૂધમાં મધની જગ્યાએ ખાંડ ઉમેરી રહી હોવાનો ખુલાસો
ભારતમાં, અન્ય એશિયન અને આફ્રિકન દેશોમાં વેચાતા બાળકોના દૂધનો સપ્યાય કરે છે
(જી.એન.એસ),તા.૧૮
વોશિંગ્ટન/નવીદિલ્હી,
દુનિયામાં એવી ઘણી કંપનીઓ છે જે બાળકો માટે ઘણી પ્રોડક્ટ બનાવે છે. Nestle પણ તેમાંથી એક છે. હવે એવી માહિતી સામે આવી છે કે વિશ્વની સૌથી મોટી ઉપભોક્તા ચીજવસ્તુઓ અને બાળકોના ઉત્પાદનોની ઉત્પાદક કંપની Nestle કથિત રીતે ભારતમાં, અન્ય એશિયન અને આફ્રિકન દેશોમાં વેચાતા બાળકોના દૂધમાં હની (મધ)ની જગ્યાએ ખાંડ ઉમેરી રહી છે. જે નાના બાળકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. સ્વિસ તપાસ સંસ્થા પબ્લિક આઈનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જે દર્શાવામાં આવ્યું છે કે નેસ્લેએ નિડો (એક ફોલો-અપ મિલ્ક ફોર્મ્યુલા બ્રાન્ડ)માં એટલે કે સેરેલેકમાં સુક્રોઝ અથવા મધના રૂપમાં ખાંડ ઉમેરી રહી હતી જે એક વર્ષ અને તેથી વધુ ઉંમરના શિશુઓના ઉપયોગ માટે છે. આ પ્રોડક્ટ છ મહિનાથી બે વર્ષ સુધીના બાળકોને અનાજના તેમજ પોષણના રૂપમાં આપવામાં આવે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સંસ્થાએ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેચાતી સ્વિસ મલ્ટિનેશનલની બેબી-ફૂડ પ્રોડક્ટ્સના સેમ્પલ બેલ્જિયમની લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં, જ્યાં 2022માં વેચાણ $250 મિલિયનને વટાવી જવાની ધારણા છે, ત્યાં તમામ સેરેલેક બેબી સિરિયલ્સમાં સરેરાશ 3 ગ્રામ ખાંડ ઉમેરવામાં આવેલી હોય છે.
આફ્રિકન ખંડના મુખ્ય બજાર દક્ષિણ આફ્રિકામાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં તમામ સેરેલેક શિશુ અનાજમાં પ્રતિ સર્વિંગ ચાર ગ્રામ કે તેથી વધુ ખાંડ હોય છે. 2022 માં આશરે $150 મિલિયનના વેચાણ સાથે, વિશ્વનું બીજું સૌથી મોટું બજાર બ્રાઝિલમાં, ત્રણ ચતુર્થાંશ સેરેલેક બેબી સિરિયલ્સ દેશમાં મ્યુસિલોન તરીકે ઓળખાય છે જ્યાં પણ પ્રતિ સર્વિંગ દીઠ સરેરાશ 3 ગ્રામ ખાંડ ઉમેરવામાં આવેલી હોય છે. બ્રાઝિલમાં, જ્યાં સેરેલેકને મ્યુસિલોન તરીકે ઓળખવામાં આવે છે, આઠ ઉત્પાદનોમાંથી બેમાં ખાંડ ઉમેરવામાં આવતી નથી, પરંતુ અન્ય છ ઉત્પાદનોમાં લગભગ 4 ગ્રામ ખાંડ હતી. નાઇજીરીયામાં, પરીક્ષણ કરાયેલ એક ઉત્પાદનની માત્રા 6.8 ગ્રામ સુધીની હતી. આ દરમિયાન, નિડો બ્રાન્ડના ઉત્પાદનોનું પરીક્ષણ, જેનું વિશ્વભરમાં રિટેલ વેચાણ $1 બિલિયનથી વધુ છે, તેમાં ખાંડના સ્તરમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો. ફિલિપાઇન્સમાં, બાળકો માટે બનાવેલા ઉત્પાદનોમાં ખાંડ ઉમેરવામાં આવતી નથી. જો કે, ઇન્ડોનેશિયામાં, ડેન્કો નામથી વેચાતા નિડો બેબી-ફૂડ ઉત્પાદનોમાં મધના રૂપમાં 100 ગ્રામ ઉત્પાદન દીઠ લગભગ 2 ગ્રામ ઉમેરવામાં આવેલી ખાંડ અથવા સર્વિંગ દીઠ 0.8 ગ્રામ હોય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.