Home દેશ - NATIONAL મહામંડલેશ્વર હિમાંગીની અસલ જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી

મહામંડલેશ્વર હિમાંગીની અસલ જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી

23
0

હિમાંગી સખીએ કાશીથી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી

(જી.એન.એસ),તા.૧૭

મુંબઈ,

કિન્નર હિમાંગી સખીએ કાશીથી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, હવે કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. મહામંડલેશ્વર હિમાંગીની અસલ જિંદગી કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. નાનપણમાં હિમાંગીને પોતાના જ પરિવારે વેચી દીધી હતી. ત્યાર બાદ યુવાનીમાં જ્યાંને ત્યાં ઠોકર ખાઈને જિંદગી વિતાવનારી હિમાંગીને ફિલ્મોની દુનિયાએ ઓળખાણ અપાવી. પોતાની મહેનતના દમ પર હિમાંગીએ ભવિષ્ય બદલી નાખ્યું. આજે હિમાંગીની 12થી વધારે દેશોમાં તૂતી બોલે છે. દુનિયાના કેટલાય દેશોમાં મહામંડલેશ્વર હિમાંગીએ કથા પ્રવચન કરી લીધું છે. હિમાંગીની જિંદગી પર 1 વેબસીરીઝ પણ બની ચુકી છે. આ વેબસીરીઝનું નામ તાલી છે. આ સીરીઝમાં સુષ્મિતા સેને લીડ રોલ નિભાવ્યો હતો. આ સીરીઝ ખૂબ જ પસંદ કરાઈ હતી. એટલું જ નહીં સુષ્મિતા સેનની આ સીરીઝમાં ખૂબ જ વખાણ થયા હતા. કિન્નર મહામંડલેશ્વર હિમાંગીએ આ ખાસ મુકામ સંઘર્ષોનો એક સમુદ્ર પાર કરીને પ્રાપ્ત કર્યો છે. કિન્નર હિમાંગી દુનિયાની પ્રથમ એવી ટ્રાંસજેન્ડર છે, જે ભગવત ગીતાના પ્રવચન આપે છે.

કિન્નર હિમાંગીએ એક ઈન્ટરવ્યૂમાં ખુદ જણાવ્યું હતું કે, મારો જન્મ ગુજરાતના વડોદરા શહેરમાં થયો હતો. હિમાંગીના પિતા રાજેન્દ્ર મુંબઈમાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરનં કામ કરતા હતા. પણ બાળપણમાં જ તેના પિતાનું નિધન થઈ ગયું. ત્યાર બાદ હિમાંગી પર દુખોનો પહાડ તૂટી પડ્યો. હિમાંગીએ મુંબઈથી જ સ્કૂલિંગ કર્યું. પણ ટૂંક સમયમાં જ સ્કૂલ છુટી ગઈ. બાળપણમાં જ તેની સાથે કેટલાય દુર્વ્યવહાર પણ થયા. હિમાંગીએ બાળપણમાં ખૂબ જ દુખો સહન કર્યા અને જવાનીમાં ઠેર ઠેર ઠોકરો ખાધી. હિમાંગીને બાળપણથી જ અધ્યાત્મ પ્રત્યે ઝુકાવ રહ્યો છે. મુંબઈમાં હિમાંગીએ ઈસ્કોન ટેમ્પલમાં જવાનું શરુ કરી દીધું. વર્ષ 2005માં આવેલી ફિલ્મ શબનમ મૌસીમાં પણ હિમાંગીએ કામ કર્યું. અહીંથી ફિલ્મોની સફર શરુ થઈ. ફિલ્મમાં આશુતોષ રાણાએ લીડ રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મથી હિમાંગીને ખૂબ જ નામ મળ્યું. જો કે હિમાંગી થોડા વર્ષોમાં જ મુથુરા જતી રહી અને શાસ્ત્રોનું અધ્યયન કરવા લાગી. હિમાંગીએ તમામ શાસ્ત્રોને ધ્યાનથી વાંચ્યા અને મહામંડલેશ્વરની ઉપાધી પ્રાપ્ત કરી. કિન્નર મહામંડલેશ્વર હિમાંગી હવે અખિલ ભારતીય હિન્દુ મહાસભાની સાથે પણ જોડાયેલી છે. આ સંગઠને ટિકિટ પર હિમાંગીને કાશીથી પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પણ કરાવી હતી. જો કે, હવે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. હિમાંગી હવે 5 ભાષાઓમાં કથા સંભળાવે છે. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠીની સાથે સાથે અન્ય ભાષામાં હિમાંગીનો સિક્કો ચાલે છે. તેની સાથે જ હિમાંગી ભારત સહિત 12થી વધારે દેશમાં પોતાની કથા સંભળાવી ચુકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંતિમ ઓવર્સમાં ધોનીની રમત ટીમ માટે ઉદાહરણરૂપ : ચેન્નાઈની ટીમના બોલિંગ કોચ
Next article300 રૂપિયાની ચોરી કરતા કેદીને 5 મહિનાની સજા, જેનો જેલમાં ખાવા પાછળ થનાર ખર્ચ રૂ.1 લાખ 20 હજાર