(જી.એન.એસ),તા.૦૬
ગાંધીનગર,
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 ના બુથ નં. 113 ખાતે વોર્ડ પ્રમુખ શ્રી કમલેશભાઈ બેંકરના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ લગાવ્યો.
આ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ મુખ્યમંત્રીશ્રી સાથે સહભાગી બનીને એકાત્મ માનવદર્શન અને અંત્યોદયના સંકલ્પ સાથે આગળ વધતી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સૌ કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ વેળાએ શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, કાઉન્સિલરશ્રીઓ, શહેર મહામંત્રીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.