(જી.એન.એસ),તા.૦૩
મુંબઈ,
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર રહમાન આઈપીએલ 2024 છોડી પોતાના ઘરે પરત ફર્યો છે. રિપોર્ટસ અનુસાર તે વિઝા સંબંધિત સમસ્યાઓના કારણે ઘરે પરત ફર્યો છે. બાંગ્લાદેશના ફાસ્ટ બોલરે અત્યારસુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી છે અને પર્પલ કેપ પર કબ્જો કર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું અત્યારસુધી આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેમણે 3માંથી 2 મેચમાં જીત મેળવી છે. આ સાથે ટૂર્નામેન્ટમાં 7 વિકેટ લેનાર ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન પણ ટીમમાં સામેલ છે પરંતુ હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રહમાન તેના ઘરે બાંગ્લાદેશ પરત ફર્યો છે, તે આગામી મેચમાં ટીમમાં સામેલ થઈ શકશે નહિ.
ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર આગામી વર્લ્ડકપ માટે યુએસએના વિઝા સંબંધિત સમસ્યાઓને લઈ મુસ્તફિઝુર મંગળવારના રોજ પોતાના દેશ પરત ફર્યો છે. ફાસ્ટ બોલર પરત ફરવા માટે સીએસકેને પરેશાની થઈ શકે છે. એસઆરએચ સામેની મેચમાં ગેરહાજર રહ્યા બાદ મુસ્તફિઝુર આવતા અઠવાડિયામાં ભારત પરત ફરી શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સુત્રો મુજબ 8 એપ્રિલના રોજ કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમાનારી મેચમાં તે ટીમ સાથે જોડાઈ શકે છે. યુએસએ અને વેસ્ટઈન્ડિઝમાં આયોજિત રમાનારા ટી20 વર્લ્ડકપ 2024 માટે તેને વિઝા જરુરી છે. આ સમસ્યાને દુર કરવા માટે ખેલાડી બાંગ્લાદેશ પરત ફર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.