Home રમત-ગમત Sports આઈપીએલની 17મી સીઝનમાં વિરાટ કોહલીએ સૌથી પહેલા રન મામલે બેવડી સદી પુરી...

આઈપીએલની 17મી સીઝનમાં વિરાટ કોહલીએ સૌથી પહેલા રન મામલે બેવડી સદી પુરી કરી

129
0

આઈપીએલ 2024માં સૌથી પહેલા 200 રનનો આંકડો પાર કરનાર બેટ્સમેન વિરાટ કોહલી

(જી.એન.એસ),તા.૦૩

મુંબઈ,

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલની 17મી સીઝનમાં વિરાટ કોહલીએ સૌથી પહેલા રન મામલે બેવડી સદી પુરી કરી લીધી છે. તે આઈપીએલ 2024માં સૌથી પહેલા 200 રનનો આંકડો પાર કરનાર બેટ્સમેન બન્યો છે. તો ઓરેન્જ કેપ પર વિરાટનો કબ્જો છે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગ તેનાથી પાછળ છે. ટોપ-5માં નિકોલસ પુરન અને ક્વિંટન ડિકૉકે એન્ટ્રી કરી લીધી છે. તેમજ લખનૌ સુપર જાયન્ટસના મયંક યાદવે પર્પલ કેપની રેસમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આઈપીએલ 2024ની ઓરેન્જ કેપ હાલમાં 203 રનની સાથે વિરાટ કોહલી પાસે છે. જ્યારે બીજા નંબર પર રિયાન પરાગ છે. તેમણે આરઆર માટે 3 મેચમાં 181 રન બનાવ્યા છે. તો ત્રીજા નંબર પર હેનરિક ક્લાસેન છે. જે 3 મેચમાં 167 રન બનાવી ચુક્યો છે. ચોથા નંબર પર લખનૌ સુપર જાયન્ટસનો નિકોલસ પુરન આવી ગયો છે. જે 146 રન 3 મેચમાં બનાવી ચુક્યા છે. જ્યારે ક્વિંટન ડિકોકે પાંચમા સ્થાન પર કબજો કર્યો છે. તેમના 139 રન છે. 

જો પર્પલ કેપની વાત કરીએ તો આના પર ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર મુસ્તફિઝપુર રહમાનનો કબજો છે. જે 3 મેચમાં 7 વિકેટ લેવામાં સફળ થયો છે. પરંતુ લખનૌ સુપર જાયન્ટસના મયંક યાદવની ધમાકેદાર એન્ટ્રીથી યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડ્યો છે. મયંકે 2 મેચમાં 6 વિકેટ લીધી છે, જ્યારે આટલી જવિકેટ3-3 રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન મોહિત શર્મા અને દિલ્હી કેપિટ્લસના બેટ્સમેન ખલીલ અહમદ છે. વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન બાદ પણ આઈપીએલના પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાલત ખરાબ છે. આરસીબીની ટીમે આઈપીએલ 2024માં 4 મેચ રમી છે. જેમાંથી 3માં હાર મળી છે,આરસીબી પોઈન્ટ ટેબલમાં 2 અંક સાથે નવમાં સ્થાને છે. આપણે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો તે સૌથી નીચે છે.રાજસ્થાન રોયલ્સે જીતની હૈટ્રિક લગાવી પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પહોંચી ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડ્યૂન 2 વર્ષ ૨૦૨૪ની વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
Next articleવિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં BCCI સ્માર્ટ રિપ્લે સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે