Home દુનિયા - WORLD જાપાનમાં ફરી એકવાર 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

જાપાનમાં ફરી એકવાર 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

70
0

(જી.એન.એસ),તા.૦૨

નવીદિલ્હી,

જાપાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ આંચકા ઉત્તર જાપાનના ઈવાતે અને ઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રીફેક્ચરનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

નવા વર્ષની શરૂઆતમાં, પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે 50 થી વધુ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ ચેતવણી જારી કરી હતી અને લોકોને તેમના ઘરોથી દૂર રહેવા કહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 જાન્યુઆરીએ ઇશિકાવા પ્રીફેક્ચર અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 100 ભૂકંપ અનુભવાયા હતા. આમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ પણ સામેલ હતો, ત્યારબાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNMACCની પ્રથમ એનિવર્સરી પર સાંસ્કૃતિક કેન્દ્રમાં બનારસી સાડીમાં નીતા અંબાણી છવાયા
Next articleઈઝરાયેલની ઈરાનમાં એર સ્ટ્રાઈક, ૭ લોકોના મોત