Home ગુજરાત સુરતમાં રોગચાળાએ ભરડો લીધો, માર્ચ મહિનામાં 74,000 થી વધુ ઓપેડીના કેસ નોંધાયા

સુરતમાં રોગચાળાએ ભરડો લીધો, માર્ચ મહિનામાં 74,000 થી વધુ ઓપેડીના કેસ નોંધાયા

55
0

(જી.એન.એસ),તા.૦૧

સુરત,

સુરત સહિત રાજ્યમાં તાપમાનમાં વધારો થતા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ધોમ તકતી ગરમીના કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ધરખમ વધારવા નોંધાયો છે. ગેસ્ટ્રોટાઈટીસ અને વાયરલ ફીવર સહિતના કેસો વધુ આવી રહ્યા છે.  સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ગરમીના કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે.  સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એક સાથે ઓપીડીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને પહોંચી વળવા વ્યવસ્થા ઉભી કરાશે. સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલ માંથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં 74,000 થી વધુ ઓપેડીના કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવાના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફેવરની સાથે ગેસ્ટ્રોટાઈટીસ (પેટમાં દુખાવો, નાક ગળામાં દુખાવો અને ઉલટી થવી)ના કેસમાં વધારો થયો છે.

સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધારો થઈ શકે છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ, વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, ખુલ્લા પગે ન ચાલવું જોઈએ જેવા રાખવાથી ગરમીની અસર ઓછી થાય છે. આમ, ગરમીના તાપમાનમાં વધારો થતા રોગચાળામાં પણ વધારો થયો છે. સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. ગરમીના કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એક સાથે ઓપીડીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને પહોંચી વળવા વ્યવસ્થા ઉભી કરાશે. સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરાઈ છે. ગુજરાતમાં વાયરલ ઈન્ફેક્શનના કેસનું જોખમ વધ્યું છે. રાજ્યમાં કોરોના સાથે સ્વાઈન ફ્લૂના કેસનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. તેથી કોરોના સાથે સ્વાઈન ફ્લૂથી સાવચેત રહેવા તબીબોએ લોકોના સૂચના આપી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા છે. અમદાવાદ અસારવા સિવિલમાં કોરોનાના 3 દર્દીઓ ઓક્સિજન પર છે. તો સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 4 દર્દીઓ સામેલ છે. અમદાવાદ સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 100થી વધુ દર્દીઓ નોંધાયા છે. રોજની OPDમાં 800થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field