Home ગુજરાત દરગાહ પર જીયારત કર્યા બાદ ફુલ સ્પીડમાં બાઈક પર જતાં બે મિત્રો...

દરગાહ પર જીયારત કર્યા બાદ ફુલ સ્પીડમાં બાઈક પર જતાં બે મિત્રો પૈકી એકનું મોત

91
0

(જી.એન.એસ),તા.૩૧

સુરત,

સુરતના ભાઠેનાના નવા બ્રિજ ઉપર ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોપીપુરા ખાતે આવેલી દરગાહ પર જીયારત કર્યા બાદ બે મિત્રો બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. બન્ને ભાઠેના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની બાઈક સ્પીડમાં હોવાને લીધે ચાલકે સંતુલન ગુમાવી દીધો હતો. જેને કારણે બાઈક આગળ જઈ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે મિત્રો પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે અન્યને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સુરતનાં લિંબાયત ફૂલવાડી મીઠી ખાડીમાં રહેતો 19 વર્ષીય નવાઝ ઉર્ફે શોએબ બક્ષીશ ખાન પઠાણ અને 21 વર્ષીય મિત્ર સમીર યાસીન પઠાણ નાઓ ગત રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં રોકડીયા હનુમાન મંદિરથી ભાઠેના તરફ જતા બ્રિજ ઉપરથી જઈ રહ્યા હતા. નવાઝ ઉર્ફે શોએબ બાઈક ચલાવી રહ્યો હતો અને સમીર તેની પાછળ બેઠેલો હતો. દરમિયાન બાઈક ઓવર સ્પીડમાં હોવાને લીધે સંતુલન નહીં રહેતા બાઈક આગળ જઈ રહેલ ટ્રક સાથે ભટકાય ગઈ હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે નવાઝ ઉફે શોએબને ગંભીર ઈજાઓ પહોંચી હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જયારે સમીરને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જીવ બચવાની આશામાં નવાઝને 108 એમ્બ્યુલેન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.અકસ્માતની ઘટના અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  એક બાજુ મુસ્લિમ બિરાદરોનું પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. પરિવારના સભ્યોએ જણાયું હતું કે સાંજે ઈફ્તારી કર્યા બાદ એટલે કે રોજા છોડયા બાદ નવાઝ અને મિત્ર સમીર ગોપીપુરા ખાતે આવેલ ખ્વાજાદાના સાહબની દરગાહ પર સલામી આપવા માટે ગયા હતા. સલામી આપ્યા બાદ બન્ને મિત્રો બાઈક પર ઘરે જવા માટે નીકળી ગયા હતા. ત્યારે રસ્તામાં તેમને જીવલેણ અકસ્માત નડ્યો હતો. પુત્રના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વધુમાં પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે નવાઝને અન્ય ત્રણ ભાઈ અને ત્રણ બહેન છે અને તે કાપડની શોપમાં નોકરી કરતો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં મહિલાઓનાં ગ્રુપ લોનના 22 લાખ રૂપિયા લઈ ફરાર થઈ જનારની ધરપકડ
Next articleશ્રીમતી શેફાલી શરણે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યો