ઢીલી નીતિને કારણે કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન
(જી.એન.એસ),તા.૨૯
અમદાવાદ,
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં અંધરે વહીવટ ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશનના નઘરોળ અધિકારીઓના પાપે કરોડો રૂપિયાનું દેખીતું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ અધિકારીઓનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું છે. રાજ્યની સૌથી મોટી અને સૌથી વધુ આવક ધરાવતું કોર્પોરેશન એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…વિવિધ કામના ખોદકામ માટે અપાતી રોડ ઓપનીંગ પરમિશન મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ગેસ, વિજળી, ટેલીફોન સહીતની વિવિધ સરકારી-ખાનગી કંપનીઓ દ્વારા ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામ માટે એજન્સીઓ કે પછી કંપનીઓએ AMCની મંજૂરી લેવાની હોય છે. આ મંજૂરી માટે વન ટાઈમ રકમ વસુલવામાં આવે છે. પરંતુ વાર્ષિક ભાડાની વસુલાતમાં કોર્પોરેશનના કોઈ સત્તાધીશ કે અધિકારીને રસ જ નથી.
કોર્પોરેશનની આ ઢીલી નીતિને કારણે અમદાવાદ કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન ગયું છે. રાજ્ય સરકારે કરેલા આદેશ રૂપિ સરક્યુલરનું પણ કોર્પોરેશનમાં ક્યાંય પાલન થતું હોય તેમ લાગતું નથી. વર્ષ 25 એપ્રિલ 2008 માં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે એક સરક્યુલર કર્યો હતો. ભાડુ વસુલવાની નવી નીતીને 27 જાન્યુઆરી 2012ની એએમસી સ્ટે.કમિટીમાં મંજૂરી પણ આપવામાં આવી હતી. પરંતુ મંજૂરી મળ્યા પછી પણ આજદીન સુધી વસુલાત મામલે તંત્રને કોઈ રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશનની આ ઢીલી નીતિથી શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે. કોર્પોરેશનની તિજોરી ખાલી રહેતા વિકાસના કામો થઈ શક્તા નથી. તો એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે કેટલીક મોટી કંપનીઓ તંત્રની માનીતી હોવાથી અધિકારીઓ વસુલાત કરતાં નથી. હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે ક્યારે જાગે છે અને આ બાકી લેણાંની વસુલાત કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.