લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪:- અચૂક મતદાન કરો
વિશ્વના સૌથી મોટા લોકશાહી અને યુવા દેશમાં લોકશાહીના અવસરને વધાવવા માટે સર્વ વિદ્યાર્થીઓને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લીધી
(જી.એન.એસ),તા.૨૨
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ રિચર્સ, ગાંધીનગર ખાતે મજબૂત લોકશાહી માટે નાગરિકોની ભાગીદારી વધારવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના તમામ યુવા મતદારોને મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. તેની સાથે યુવા દેશ પણ છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં તેમજ નિર્ભય અને ન્યાયિક રીતે યોજાય તે માટે સુચારું આયોજન કરવામાં આવે છે. મતદાન વઘે તે માટે પણ જન જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મતદાન જાગૃત્તિ માટે સ્વીપ ની રચના કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃત્તિ અંતર્ગત સ્વીપની કામગીરી ઉમદા રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગર નજીક આવેલી ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ રિચર્સ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મતદાન જાગૃત્તિ કાર્યક્રમ મદદનશી ચૂંટણી અધિકારી અને સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર શ્રી યોગરાજસિંહ જાડેજા અને નોડલ ઓફિસર, અમદાવાદ શ્રી ર્ડા. યોગેશ પરીખની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમ થકી સંસ્થાના સર્વે વિદ્યાર્થીઓને મતદાન અંગેના હક, મતદાન કરવું કેમ જરૂરી છે, લોકશાહી દેશમાં ચૂંટણી એક અવસર બની રહેવા માટે મતદાન ખૂબ જરૂરી છે, મજબૂત લોકશાહી મતદાન કરવાથી કેવી રીતે નિર્માણ થાય છે, તેવા અનેક મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ અવસરે પોતાના મતની કિંમત સમજી અવશ્ય મતદાન કરવા માટે સર્વે વિદ્યાર્થીઓને મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.