Home દુનિયા - WORLD અફઘાનિસ્તાન બેંકમાં હુમલાખોરે પોતાની જાતને ઉડાવી, 3 લોકોના મોત, અનેક ઘાયલ

અફઘાનિસ્તાન બેંકમાં હુમલાખોરે પોતાની જાતને ઉડાવી, 3 લોકોના મોત, અનેક ઘાયલ

42
0

(જી.એન.એસ),તા.૨૨

અફઘાનિસ્તાન,

અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં ગુરુવારે એક પ્રાઈવેટ બેંકમાં એક વ્યક્તિએ પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. આ આત્મઘાતી હુમલામાં 3 લોકોના મોત થયા હતા. ત્યાં હાજર અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં એક ખાનગી બેંકમાં ગુરુવારે એક વ્યક્તિએ બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી કે સરકારના કંદહાર ઈન્ફોર્મેશન એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટના વડા ઈનામુલ્લા સામંગાનીએ જણાવ્યું હતું કે તમામ પીડિત લોકો તેમના માસિક પગાર લેવા માટે ન્યૂ કાબુલ બેંકની શાખામાં ગયા હતા. તાલિબાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ પણ આત્મઘાતી હુમલાની પુષ્ટિ કરી છે. જો કે, તેમણે આ અંગે વધુ માહિતી આપી ન હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

હુમલાની જવાબદારી હાલ કોઈ જૂથે લીધી નથી. તાલિબાનના મુખ્ય હરીફ ઈસ્લામિક સ્ટેટે ભૂતકાળમાં શાળાઓ, હોસ્પિટલો, મસ્જિદો અને શિયા પ્રભુત્વ ધરાવતા વિસ્તારો પર હુમલા કર્યા છે. કંદહાર શહેર અફઘાનિસ્તાનના શાસકો માટે આધ્યાત્મિક અને રાજકીય કેન્દ્ર છે, કારણ કે તાલિબાનના ટોચના નેતા મુલ્લા હિબતુલ્લા અખુંદઝાદા આ શહેરમાં રહે છે અને મુખ્ય મુદ્દાઓ પરના તેમના નિર્ણયો કાબુલમાં બેઠેલા અધિકારીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. મહત્વનું છે કે હાલમાં અફઘાનિસ્તાનમાં તાલીબાનનું શાસન છે અને હાલ દેશમાં ઈસ્લામીક શાસન ચાલી રહ્યું છે. તાલીબાનની સરકાર બની પછી અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે અને મોટા ભાગના નિર્ણયો અજીબ છે, જેમાં મહિલાઓને ભણવા નહીં દેવાનો, બ્યુટીપાર્લર નહીં જવાનો વગેરે નિર્ણયો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન
Next article“THE INCREDIBLE PEOPLE SEASON 7”માં અક્ષય ખત્રી ગુજરાત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સર્વપ્રથમ વ્યક્તિ