મુંબઈ ઈન્ડિયન્સે શ્રીંલકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાને રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
ગુજરાત ટાઈટન્સની ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
(જી.એન.એસ),તા.૨૧
મુંબઈ,
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની શરુઆત 22 માર્ચથી શરુ થશે. આ પહેલા 2 ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પહેલો ફેરફાર ગુજરાત ટાઈટન્સની ટીમમાં જોવા મળ્યો છે. ફ્રેન્ચાઈઝીએ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. આ સિવાય હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી મુંબઈ ઈન્ડિયન્સે પણ શ્રીંલકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાને રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. મધુશંકા હાલમાં બાંગ્લાદેશમાં ઈજાગ્રસ્ત થયો છે. ત્યારબાદ તેમણે આઈપીએલમાંથી બહાર થવું પડ્યું હતુ.
સૌથી પહેલા ગુજરાતની વાત કરીએ તો જેમાં ફ્રેન્ચાઈઝીએ શમીને રિપ્લેસમેન્ટના રુપમાં ફાસ્ટ બોલર સંદીપ વૉરિયરને લાવવામાં આવ્યો છે. આનાથી પહેલા કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે પણ રમી ચૂક્યો છે. સંદીપે 2019માં આઈપીએલમાં પગ રાખ્યો હતો પરંતુ તેમણે અત્યાર સુધી માત્ર 5 જ મેચ રમી છે, જેમાં તેમણે 2 વિકેટ લીધી છે. શમી ઈજાગ્રસ્ત હોવાથી, તે આઈપીએલ તેમજ ટી 20 વર્લ્ડકપ 2024 પણ રમી શકશે નહિ.
ગુજરાતની ફ્રેન્ચાઈઝીએ શમીને રિપ્લેસમેન્ટમાં સંદીપને 50 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝમાં લીધો છે. કેકેઆરે આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં સંદીપને રિલીઝ કર્યો હતો. ત્યારબાદ તેને કોઈ ટીમે લીધો ન હતો. આ સિવાય મઘુશંકાના રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈની ટીમમાં સાઉથ આફ્રિકાનો ક્વેના મફાફ સામેલ થયો છે. જેમણે હાલમાં અંડર 19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. આ વખતે ઓક્શનમાં તેમને કોઈએ ખરીદ્યો ન હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.