(જી.એન.એસ),તા.૨૦
મુંબઈ,
આઈપીએલ પહેલા ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે મેચ દરમિયાન ટીવી અમ્પાયર પાસે નિર્ણય આપવા માટે શાનદાર સિસ્ટમ હશે. આ પહેલા અનેક સીઝનમાં કેટલાક નિર્ણયો પર સવાલો ઉઠી ચુક્યા હતા. તે હવે ઓછા જોવા મળશે. આઈપીએલ 2024માં યોગ્ય નિર્ણય લેવા અને મેચ દરમિયાન સટીક નિર્ણય આપવા માટે સ્માર્ટ રિપ્લે સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ક્રિકઈન્ફો વેબસાઈટ મુજબBCCI IPL 2024 દરમિયાન અમ્પાયરિંગ સ્માર્ટ રિપ્લે સિસ્ટમ શરૂ કરશે. BCCI આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) સિઝનમાં મેચોમાં યોગ્ય નિર્ણય લેવા માટે અમ્પાયરોની ચોકસાઈ અને ઝડપ વધારવા માટે સ્માર્ટ રિપ્લે સિસ્ટમ દાખલ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, સ્માર્ટ રિપ્લે સિસ્ટમ ટીવી અમ્પાયરોને સ્પ્લિટ-સ્ક્રીન સહિત પહેલા કરતાં વધુ ફોટો જોવાની મંજૂરી આપશે.
આઈપીએલ 2024ની શરુઆત થવાની છે અને ગત્ત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ તેમજ રોયચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આ સીઝનની પહેલી મેચ શરુ થવાને હવે માત્ર 3 દિવસનો સમય બાકી છે. આ વખતે આઈપીએલમાં ટક્કરની મેચ જોવા મળશે. આ સ્માર્ટ રિવ્યુ સિસ્ટમથી ભુલો ઓછી થશે. આનાથી થર્ડ અમ્પાયરને નિર્ણય લેવામાં સરળતા રહેશે. રિવયુ સિસ્ટમ માટે મેદાનમાં હૉક આઈના 8 હાઈ સ્પીડ કેમેરા લગાવવામાં આવશે અને 2 કેમેરા ઓપરેટર થર્ડ અમ્પાયરની પાસે રહેશે. જેનાથી ટીવી અમ્પાયર સીધા મેદાનમાં આ 2 હાઈ સ્પીડ કેમેરાથી ઓપરેટરોને ઈનપુટ મળશે. આ નવી સિસ્ટમથી ટીવી બ્રોડકાસ્ટરનું કામ પૂર્ણ થઈ જશે કારણ કે, પહેલા તે હૉક હાઈ ઓપરેટર અને અમ્પાયર વચ્ચે રહેતા હતા.બીસીસીઆઈએ હાલમાં બે દિવસના વર્કશોપનું પણ આયોજન કર્યું હતુ.જેમાં અમ્પાયરની પસંદગી થઈ હતી. જેમાં ભારત અને વિદેશ બંન્નેની અમ્પયરિંગ કરી શકે તેવા અમ્પાયરની પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય આઈપીએલમાં સ્માર્ટ રિપ્લે સિસ્ટમની સાથે કામ કરી શકે. આઈપીએલમાં જે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ લાવવાની વાત થઈ રહી છે. તેનું ટ્રાયલ ઈંગ્લેન્ડની લીગ ધ હેન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં થઈ ચૂક્યું છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ધ હન્ડ્રેડ દરમિયાન સ્માર્ટ રિવ્યુ સિસ્ટમનું ટ્રાયલ કર્યું હતુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.