Home રમત-ગમત Sports વડોદરા વેસ્ટર્ન રેલવે મઝદૂર સંધ દ્વારા ટી 20 નોકઆઉટ મેચનું આયોજન કરાયું

વડોદરા વેસ્ટર્ન રેલવે મઝદૂર સંધ દ્વારા ટી 20 નોકઆઉટ મેચનું આયોજન કરાયું

112
0

(જી.એન.એસ),તા.૨૦

વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ વડોદરા દ્વારા ટી 20 નોકઆઉટ મેચનું આયોજન 16 માર્ચથી લઈ 15 એપ્રિલ સુધી કરવામાં આવ્યું છે. આ આયોજન માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ, પ્રતાપનગર ખાતે યોજવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, 16 માર્ચના રોજ જે.જી.માહુરકાર વેસ્ટર્ન રેલવે મઝદુર સંધના ભૂતપૂર્વ મહામંત્રી એવમ નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેમેનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની 89મી જન્મજયંતી હતી. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ દિવાન સ્પોર્ટસ ક્લબ અને ઈસ્લામ જીમ ખાના વચ્ચે રમાઈ હતી. વેસ્ટર્ન રેલવે મઝદુર સંધ છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે સ્વ.શ્રીના સ્મરણાર્થ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.

આ ટુર્નામેન્ટમાં ગુજરાત તેમજ વેસ્ટર્ન રેલવેની મળી કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. વેસ્ટર્ન રેલવે મઝદુર સંધ આ ટૂર્નામેન્ટ માટે કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી કે કોઈ સ્પોન્સરની મદદ લેતું નથી. આ ટુર્નામેન્ટની ફાઈનલ દરમિયાન વિનર્સ અને રનર્સ ટ્રોફી ઉપરાંત બંન્ને ટીમોના બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ વિકેટ કિપર્સ અને બેસ્ટ ઓલરાઉન્ડરને પણ ઈનામ વિતરણ કરવામાં આવે છે. ટુર્નામેન્ટનો શુભારંભ જીતેન્દ્ર સિંહ ડિવિઝિનલ રેલવે મેનેજર વડોદરા, આરજી કાબર મહામંત્રી વડોદરા રેલવે મઝગુર સંધ તેમશ શરીફ ખાન પઠાણ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં એસ.સી બૈરવા એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર વડોદરા, હર્ષ કુમાર રેલવે સ્પોર્ટસ ઓફિસર વડોદરા અને સિનીયર ડિવિઝનલ એન્જીનીયર તેમજ સીનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleCBI મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR દાખલ કરશે, કેશ ફોર ક્વેરી કેસમાં લોકપાલે આદેશ આપ્યો
Next articleવિરાટ કોહલી ફરી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાછો ફર્યો