Home ગુજરાત ગાંધીનગર લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪:- અચૂક મતદાન કરો

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪:- અચૂક મતદાન કરો

28
0

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં ૮૫ વર્ષથી ઉપરની વય ઘરાવતા મતદારોની સંખ્યા ૧૦,૧૬૧ :-  આવી વયસ્ક વ્યક્તિ ઇચ્છે તો ઘરેથી મતદાન કરી શકશે

૮૫ વર્ષથી વઘુ ઉંમરના મતદારોની સંખ્યા ગાંધીનગર(દ) વિધાનસભા મતદાર વિભાગમાં સૌથી વઘુ:- આ ઉંમરના સૌથી ઓછા મતદાર દહેગામ મતદાર વિભાગમાં

(જી.એન.એસ),તા.૧૯

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં ૮૫ વર્ષથી ઉપરની વય ઘરાવતા મતદારોની સંખ્યા  ૧૦,૧૬૧ છે. ૮૫ વર્ષથી વઘુ ઉંમરના મતદારોની સંખ્યા ગાંધીનગર(દ) વિધાનસભા મતદાર વિભાગમાં સૌથી વઘુ છે. જયારે આ ઉંમરના સૌથી ઓછા મતદાર દહેગામ મતદાર વિભાગમાં છે.

                લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન તા. ૦૭મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. તેમજ મતગણતરી તા. ૦૪ જૂન, ૨૦૨૪ના યોજાનાર છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં મતદારો લોકશાહીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરતાં હોય છે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સુવ્યસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

                જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં ૮૫ વર્ષથી વધુ વયના મતદારો પણ લોકશાહીના અવસરમાં સુગમતાથી સહભાગી બની શકે તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ૮૫ વર્ષથી મોટી ઉંમરના મતદારો મતદાન મથક ને બદલે ઘરેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પણ ખાસ સુવિઘા ઉભી કરવામાં આવશે. તેની સાથે મોટી ઉંમરના મતદારો મતદાન કરવા મતદાન મથકે જાય તો તેમને તકલીફ ન પડે તે માટે રેમ્પ અને વ્હીલચેરની સુવિધા પણ આપવામાં આવશે. મોટી ઉંમરના મતદારો મતદાન ઘરેથી કરશે કે મતદાન મથકે આવશે, તેનો એક સર્વે તંત્ર દ્વારા કરવામાં આવશે. જે વડીલ મતદારો મતદાન ઘરેથી કરવા માંગશે, તેમના માટે તેમના નિવાસસ્થાને ગૃપ્ત મતદાન કરી શકે તે માટેની સુવિઘા ઉભી કરવામાં આવશે.

                ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- ૧૦,૧૬૧ મતદારોની ઉંમર ૮૫ વર્ષથી વઘુ છે. જેમાં ૩૪ દહેગામમાં ૧૪૯૯, ૩૫ ગાંધીનગર(દ)માં ૨૬૨૨, ૩૬ ગાંધીનગર(ઉ)માં ૨૧૫૨, ૩૭ માણસામાં ૨૨૧૬ અને ૩૮ કલોલમાં ૧૬૭૨ મતદારો ૮૫ વર્ષથી મોટી ઉંમરના મતદારો છે. લોકશાહીના અવસરમાં આ મતદારોને સહભાગી બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહીમાં સૌ કોઇને તેમના મતાધિકારનો હક્ક અદા કરવાની તક પણ આપવા આ વહીવટી તંત્ર કટિબધ્ધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ “વેદા”નું ટિઝર રિલીઝ થયું
Next articleલોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ : અચૂક મતદાન કરો