(જી.એન.એસ),તા.૧૮
મુંબઈ,
આ ફાઈનલ પહેલા WPLના ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 4 મેચ રમાઈ હતી અને ચારેયમાં દિલ્હીનો વિજય થયો હતો. પરંતુ સૌથી મોટી મેચમાં જીત મેળવીને બેંગ્લોરે ન માત્ર આ રેકોર્ડમાં સુધારો કર્યો પણ ખિતાબ પણ જીતી લીધો. વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ, કેએલ રાહુલ, યુવરાજ સિંહ, ઝહીર ખાન અને ડેલ સ્ટેન જેવા વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડીઓ આઈપીએલની 16 સીઝનમાં જે કરી શક્યા નથી, તે સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર બે સીઝનમાં કરી બતાવ્યું. છેલ્લા 16 વર્ષથી ફ્રેન્ચાઇઝ ટી20 લીગમાં ટ્રોફી માટે સંઘર્ષ કરી રહેલ બેંગ્લોરનો આખરે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીત થઈ છે. WPL 2024 સીઝનની ફાઇનલમાં, બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. WPLની બીજી સિઝનની આ ફાઇનલમાં બેંગ્લોરે જબરદસ્ત વાપસી કરી અને દિલ્હીને હરાવી ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં પ્રથમ ટાઇટલ જીત્યું.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 17 માર્ચે રવિવારે રાત્રે રમાયેલી આ ફાઈનલમાં બંને ટીમો પ્રથમ ટાઈટલ માટે લડી રહી હતી. દિલ્હી ટૂર્નામેન્ટમાં સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે બેંગ્લોરની આ પ્રથમ ટાઇટલ મેચ હતી. ગયા વર્ષે દિલ્હીને મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે આ વખતે બેંગ્લોરે તેનું ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમને વિશ્વ ક્રિકેટમાં પોતાની સુકાનીપદ હેઠળ રેકોર્ડ 5 વર્લ્ડ કપ જીત અપાવનાર અનુભવી મેગ લેનિંગને સતત બીજી વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉની બે સિઝનમાં બંને ટીમો વચ્ચે ચાર મેચ રમાઈ હતી, પરંતુ ચારેય મેચો દિલ્હીએ જીતી હતી. ટોસ બાદ કેપ્ટન લેનિંગ અને શેફાલી વર્માએ જે રીતે શરૂઆત કરી હતી, તે જોઈને લાગતું હતું કે પાંચમી વખત પણ આવું જ થશે. પાવરપ્લેમાં જ બંનેએ 61 રનની જબરદસ્ત ભાગીદારી કરી હતી. શેફાલીએ ખાસ કરીને બાઉન્ડ્રીનો વરસાદ કર્યો. પરંતુ પાવરપ્લે પૂરો થયા બાદ બેંગ્લોરે નાટકીય વાપસી કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.