(જી.એન.એસ), તા.૧૩
અમદાવાદ,
અમદાવાદ વર્લ્ડ કીડની ડે ના દિવસે સમગ્ર ભારતમાં અને આખી દુનિયામાં કિડની ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે મણીનગર ખાતે આવેલી લક્ષ્મી હોસ્પિટલ કે જે હોસ્પિટલમાં કિડની સિવાય બીજા ઘણા રોગની સારવાર કરવામાં આવે છે સાથે સાથે ડોક્ટર ગૌરાંગ વાઘેલા દ્વારા કિડની ડે દિવસે પ્રજા જોગ સંદેશ રૂપે દરેક નાગરિકને પાણી પીવા બાબતે તેમજ દર છ માસ અથવા વર્ષે એકાદ વાર કિડનીનો રિપોર્ટ કરાવવા બાબતે વિસ્તૃતમાં માર્ગદર્શન પાઠવેલ વધુમાં એ પણ જણાવેલ કે તેમની હોસ્પિટલમાં સરકારની યોજના મુજબ આયુષ્માન કાર્ડ મહાકાર્ડ જેવી સરકારી યોજના નો પણ લાભ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે લક્ષ્મી હોસ્પિટલના ડોક્ટર ગૌરંગ વાઘેલાના નિવેદન મુજબ ઘણીવાર હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ પાસે સરકારી કાર્ડ ન હોવા છતાં તેમને મફત ઓપરેશન પણ કરી આપ્યા હોવાની જાણકારી મળેલ આમ મણીનગર વિસ્તારમાં એક કરતાં વધારે કિડની હોસ્પિટલ ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓની દ્રષ્ટિએ કિડનીની સારવાર માટે લક્ષ્મી હોસ્પિટલને પ્રથમ પસંદગી આપતા હોવાનું દર્દીઓ દ્વારા જાણવા મળેલ છે આમ ડોક્ટર ગૌરાંગ વાઘેલા ની હોસ્પિટલમાં તમામ રોગની સારવાર પ્રમાણિક અને ઈમાનદારીથી થાય છે તેવું તેમના મોઢેથી સાંભળવામાં આવેલ પરંતુ જ્યારે ત્યાં દાખલ થયેલા દર્દી નું ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ ત્યારે તેમણે પણ પારદર્શકતા રાખી સત્યને પ્રકાશિત કરી લક્ષ્મી હોસ્પિટલની સુંદર અને પ્રશંસનીય કામગીરી બાબતે પોતાનું મંતવ્ય મીડિયા સમક્ષ રજૂ કરેલ આમ લક્ષ્મી હોસ્પિટલ એ બીજા હોસ્પિટલ ની સરખામણીમાં એક અલગ તરી આવે છે તેવું દર્દીઓ તેમજ આસપાસના નગરજનો દ્વારા જાણવા મળેલ છે
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.