Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક ગૃહ રાજય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળી :...

ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક ગૃહ રાજય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળી : વર્ષ- ૨૦૨૪-૨૫માં રૂ. ૫૯૮ લાખથી વઘુના ખર્ચે થનાર ૨૬૯ વિકાસ કામોની જોગવાઇ કરાઇ

27
0

પદાધિકારીઓ અને અધિકારીઓએ લોકોને સ્પર્શતા પ્રશ્નનો ઉકેલ સ્થાનિક કક્ષાએ જ પરાર્મશ કરીને લાવવો જોઇએ:- ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી

પદાધિકારીઓ અને અધિકારીઓએ લોકોને સ્પર્શતા પ્રશ્નનો ઉકેલ સ્થાનિક કક્ષાએ જ પરાર્મશ કરીને લાવવો જોઇએ. જેથી સ્થાનિક નાગરિકોને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જવાની જરૂર ન પડે, તેવું જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા પ્રભારી અને ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું.

(જી.એન.એસ),તા.૧૩

ગાંધીનગર,

આજે ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી અને ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકના આરંભે ગૃહ રાજય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નનો હલ સ્થાનિક કક્ષા આવશે, તેટલા વઘુ પ્રશ્નનો ઉકેલ આવશે. પ્રજાના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે સ્થાનિક કક્ષાએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને અને એકબીજાને સહયોગ આપીને કામ કરવું પડશે. તેમણે પ્રજાના પ્રશ્નનો હલ લાવવા માટે અધિકારીઓને વઘુ સમય કચેરીમાં આપવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના આયોજન મંડળની બેઠકમાં વર્ષ- ૨૦૨૪-૨૫ માટે જિલ્લાના ૨૬૯ વિકાસ કામો માટે રૂપિયા ૫૯૮.૪૩ લાખ રૂપિયાની જોગવાઇ આ બેઠકમાં કરવામાં આવી છે. મંડળ દ્વારા ૧૫ ટકા વિવેકાધીન, પાંચ ટકા પ્રોત્સાહક ઉપરાંત ભૌગોલિક રીતે પછાત,  અને નગરપાલિકાઓને પ્રાથમિક શિક્ષણ, પોષણ, પાણી પુરવઠો, ગ્રામ્ય વીજળી- શહેરી વિજળીકરણ, ગંદા વસવાટોની વાતાવરણ લક્ષી સુધારણા, સ્થાનિક વિકાસ કામો સમૂહ વિકાસ અને પંચાયતો, ગ્રામ્ય માર્ગ, ભૂમિ સંરક્ષણ અને અન્ય કામો માટે રૂ. ૫૯૮ લાખથી વધુની રકમની ફાળવણી કરવામાં આવી છે.

જેમાં ગાંધીનગર તાલુકામાં ૫૬ વિકાસ કામો માટે રૂ. ૧૩૨.૭૪ લાખ, કલોલ તાલુકામાં ૪૬ વિકાસ કામો માટે રૂ. ૧૨૫ લાખ, દહેગામ તાલુકાના ૭૨ વિકાસ કામો માટે ૧૨૯.૫૦ લાખ અને માણસા તાલુકાના ૮૯ વિકાસ કામો માટે રૂ. ૧૩૩.૬૭ લાખની જોગવાઇ આયોજન મંડળની બેઠકમાં કરવામાં આવી છે. તેની સાથે જિલ્લાની કલોલ, માણસા અને દહેગામ નગરપાલિકાના ૬ વિકાસ કામો માટે રૂ. ૭૭.૫૨ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

આમ જિલ્લાના ત્રણ તાલુકા અને ત્રણ નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણના રૂ. ૩૯.૬૫ લાખના ૯ કામો, પોષણ માટેના રૂ. ૧૩.૮૦ લાખના ૬ કામો, પાણી પુરવઠાના રૂ. ૭૪.૬૨ લાખના ૩૨ કામો, વિજળીના રૂ. ૩૪.૫૦ લાખના ૮ કામો, વાતાવરણ લક્ષી સુઘારણાના રૂ. ૭૮.૧૨ લાખના ૩૫ કામો, સ્થાનિક વિકાસના રૂ. ૧૦૧.૬૬ લાખના ૩૭ કામો, ગ્રામ્ય માર્ગના રૂ. ૧૬૫.૫૮ લાખના ૯૪ કામો, ભુમિ સંરક્ષણના રૂ. ૩૧.૭૦ લાખના ૧૬ કામો મળી ૨૬૯ વિકાસના કામો રૂપિયા ૫૯૮.૪૩ લાખના ખર્ચે થનાર છે, તેને જોગવાઇ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article” ટકાઉ અભિગમ સાથે ભાગીદારી બનાવવા તરફ ભારતની ધ્રુવીય ક્ષેત્રની નીતિ” પર આંતરરાષ્ટ્રીય વર્કશોપ
Next article*નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) ભારતના લઘુમતી નાગરિકો માટે હાનિકારક નથી*