(જી.એન.એસ),તા.૧૩
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયતની કચેરી,ગાંધીનગર દ્વારા જણાવવામાં આવે છે કે, વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજી કરવા માટે તા.૧૨/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૫/૨૦૨૪ સુધી i-khedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. બાગાયતી ખેતી કરતા ખેડુતોને શાકભાજી હાઇબ્રીડ બીયારણ, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), ટ્રેક્ટર (૨૦ HPસુધી), પપૈયા, ટ્રેકટર માઉંટેડ / ઓપરેટેડ સ્પ્રેયર(૩૫BHP થી વધુ)/ ઇલેકટ્રોસ્ટેટીક સ્પ્રેયર, ટ્રેકટર માઉંટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૨૦ BHPથી ઓછા), ટુલ્સ, ઇકવીપમેન્ટ, શોર્ટીંગ/ ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સ, શોર્ટીંગ/ ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ), છુટા ફૂલ વાવેતર, ફળપાકોના વાવેતર, વરીયાળી સિવાયના મસાલા પાકો (રાઇઝોમેટિક સ્પાઇસ), ડ્રેગન ફ્રુટના વાવેતર, વેલાવાળા શાકભાજીના કાચા/ અર્ધપાકા/ પાકા મંડપ, જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે, ડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા, પ્લગ નર્સરી, બાગાયતી પાકોમાં વૉટર સોલ્યુબલ ખાતર, ઔષધીય/ સુગંધિત પાકોના વાવેતર, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, ગ્રીન હાઉસ, બાગાયતી પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટેરીયલ, સરગવાની ખેતી જેવા વિગેરે વિગેરે બાગાયતી ઘટકોમાં નાણાંકીય સહાય આપવામાં આવે છે.
આમ, ઉપરોકત ઘટકોમાં લાભ લેવા ઇચ્છતા ગાંધીનગર જિલ્લાના ખેડૂત મિત્રોએ સરકારશ્રીની વેબસાઇટ ikhedut.gujarat.gov.inપર ઉપર જણાવેલ તારીખ દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતની સહી/અંગૂઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે –આધાર કાર્ડની નકલ, બેન્કની વિગત (પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક), જમીનના ઉતારા ૭/૧૨ તથા ૮-અ ની અસલઅને જાતિના દાખલાની નકલ (અનુસુચિત જાતિ/ જનજાતિના ખેડુતો માટે) અરજી કર્યાના દિન-૭માં નાયબ બાગાયતશ્રીની કચેરી, સહયોગ સંકુલ પાંચમો માળ સી-બ્લોક સેક્ટર-૧૧ ખાતે રૂબરૂ અથવા રજીસ્ટર્ડ પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે. ઉકત અરજી કચેરીમાં મળ્યા બાદ જ અરજી અંતર્ગત આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ નાયબ બાગાયતશ્રી ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.