Home મધ્ય ગુજરાત અમદાવાદ વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય

વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય

28
0

જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાનો ઘટાડો : ફ્યુઅલ સરચાર્જ હવે રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ:- ઊર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ

આ નિર્ણયથી રાજ્યના અંદાજે ૧.૭૦ કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ ૧,૩૪૦ કરોડની બચત થશે

(જી.એન.એસ),તા.૧૨

અમદાવાદ,

ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેમ, ઊર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

ઊર્જા મંત્રી શ્રી દેસાઇએ કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે ૧.૭૦ કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ ૧,૩૪૦ કરોડનો લાભ થશે.જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPAના ઘટાડાને કારણે અંદાજે રૂ ૫૭ ની માસિક બચત થશે તેમ, તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘આશ્રમ ભૂમિ વંદના’ પ્રોજેક્ટનો શુભારંભ
Next articleરાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ(NCDC), ગાંધીનગર ખાતે યોજાયેલ સહકારી શ્રેષ્ઠતા અને ગુણવત્તા માટે NCDC પ્રાદેશિક પુરસ્કાર