Home ગુજરાત ગાંધીનગર 500થી વધુ IITGN વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ ભારતના સેમિકન્ડક્ટર મિશન પર આધારિત...

500થી વધુ IITGN વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ ભારતના સેમિકન્ડક્ટર મિશન પર આધારિત કાર્યક્રમમાં જોડાશે

31
0

(જી.એન.એસ),તા.૧૨

ગાંધીનગર,

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) 13 માર્ચ, 2024ના રોજ  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ વાર્તાલાપ ભારતના સેમિકન્ડક્ટર મિશન અને તે શૈક્ષણિક સંસ્થાઓ માટે રજૂ કરતી વિવિધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ વાતચીત પહેલા, IIT ગાંધીનગર સવારે 9.30 – 10.30 AM દરમિયાન ‘ભારતના સેમિકન્ડક્ટર મિશનની પ્રાસંગિકતા, અને શૈક્ષણિક સંસ્થાઓ માટેની તકો’ પર એક વર્કશોપનું આયોજન કરશે જેને ઉદ્યોગના અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતો દ્વારા સંબોધવામાં આવશે. 

આ કાર્યક્રમમાં દેશભરની અનેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી જોવા મળશે. વધુમાં, 500થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ IITGN તરફથી કાર્યક્રમમાં જોડાશે. પ્રધાનમંત્રીનું સંબોધન ભારતના સેમિકન્ડક્ટર મિશનના મહત્વ અને ભાવિ માર્ગ અને આ ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાઓની નિર્ણાયક ભૂમિકાને પ્રકાશિત કરશે. ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનનો હેતુ દેશમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને સેમિકન્ડક્ટર ડિઝાઈન ઈકોસિસ્ટમ વિકસાવવા માટે એક વ્યાપક વ્યૂહરચના વિકસાવવાનો છે. આ મિશન શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી વિભાગો અને અન્ય એજન્સીઓ સાથે મળીને આ વ્યૂહરચનાઓ વિકસાવવાની યોજના ધરાવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદહેગામ તાલુકાના ઈશનપુર ગામમાં વર્ષ – 2021માં થયેલી હત્યામાં આરોપીને આજીવન કેદની સજા
Next articleપ્રધાનમંત્રી 13 માર્ચનાં રોજ ‘ઇન્ડિયાઝ ટેકેડ ચિપ્સ ફોર વિકસિત ભારત’માં સહભાગી થશે અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યની ત્રણ સેમિકન્ડક્ટર સુવિધાઓનો શિલાન્યાસ કરશે