Home મધ્ય ગુજરાત અમદાવાદ ‘સિટી બ્યુટી કોમ્પિટિશન’માં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ...

‘સિટી બ્યુટી કોમ્પિટિશન’માં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

25
0

શહેરોના શ્રેષ્ઠ સૌંદર્ય માટે મહાનગર પાલિકા-નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અભિનંદનીય:- અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર

હેરિટેજ કેટેગરીમાં લક્ષ્મી વિલાસ પેલેસ, ગ્રીન સ્પેસ કેટેગરીમાં લોકમાન્ય તિલક ગાર્ડન-અમદાવાદ, કોમર્શિયલ કેટેગરીમાં ગુજરી બજાર-અમદાવાદ અને વોટર ફ્રન્ટ કેટેગરીમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રથમ ક્રમે

(જી.એન.એસ),તા.૧૧

અમદાવાદ/ગાંધીનગર,

ગાંધીનગર સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે આજે સિટી બ્યુટી કોમ્પિટિશનમાં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારના હસ્તે એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત સિટી બ્યુટી કોમ્પિટિશનમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, મહાનગર પાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ અધિકારીશ્રીઓ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા શહેરોના શ્રેષ્ઠ સૌંદર્ય માટે કરવામાં આવતા પ્રયાસોની ખાસ નોંધ લઈ આ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરોના સૌંદર્ય માટે મહાનગર પાલિકા-નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અભિનંદનીય છે. જેમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહાનગર પાલિકા અને નગરપાલિકાને એવોર્ડથી સન્માન મળ્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્વચ્છતાના આગ્રહી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને મિશન તરીકે લઈ રાજ્યભરમાં સ્વચ્છતા જાળવણી સંબંધિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં આપ સૌની સક્રિય ભાગીદારી રાજ્યને સ્વચ્છ અને નિર્મળ બનાવવામાં મહત્વની સાબિત થશે.

આ એવોર્ડ વિતરણ સમારોહમાં હેરિટેજ કેટેગરીમાં પ્રથમ ક્રમે લક્ષ્મી વિલાસ પેલેસ – વડોદરા મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે ઢાળની પોળ – અમદાવાદ મહાનગર પાલિકા અને તૃતીય સ્થાને સુરત ફોર્ટના રીસ્ટોરેશન અને રીડેવલપમેન્ટ માટે સુરત મહાનગર પાલિકાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રીન સ્પેસ કેટેગરીમાં પ્રથમ ક્રમે લોકમાન્ય તિલક ગાર્ડન – અમદાવાદ મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે સ્વામી વિવેકાનંદ પાર્ક – કોડીનાર નગરપાલિકાને અને તૃતીય ક્રમે ફ્લાવર પાર્ક – અમદાવાદ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો બીજી તરફ કોમર્શિયલ કેટેગરીમાં પ્રથમ ક્રમે ગુજરી બજાર – અમદાવાદ મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે જનમહલ અર્બન ટ્રાન્સપોર્ટ હબ – વડોદરા મહાનગર પાલિકા અને તૃતીય ક્રમે પુષ્કર ધામ હોકર્સ ઝોન – રાજકોટ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે.  વોટર ફ્રન્ટ કેટેગરીમાં પ્રથમ ક્રમે સાબરમતી રિવરફ્રન્ટ – અમદાવાદ મહાનગર પાલિકા, દ્વિતીય ક્રમે ગોપી તળાવ – સુરત મહાનગર પાલિકા અને તૃતીય ક્રમે કાંકરિયા લેક ફ્રન્ટ – અમદાવાદ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વોર્ડ કેટેગરીમાં ભાતર – વેસુ – ડુમસ વોર્ડ નં.૨૨ – સુરત મહાનગર પાલિકાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, રાજકોટ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર શ્રી એમ. થેન્નારસન સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ વિવિધ મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ગાંધીનગર ખાતે સામાજિક ક્ષેત્રના વિવિધ એવોર્ડ એનાયત
Next articleગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા કિનારાના ૩૨૦ કિ.મી.ના સમગ્ર પરિક્રમાપથને અંદાજે રૂ.૪૦ કરોડના ખર્ચે વિવિધ સુવિધાયુકત બનાવવાનું આયોજન હાથ ધરાયું