Home ગુજરાત અમદાવાદ-ગાંધીનગર ફેસ-૨ના પ્રોજેકટમાં ટ્રાયલ રનનું આયોજન

અમદાવાદ-ગાંધીનગર ફેસ-૨ના પ્રોજેકટમાં ટ્રાયલ રનનું આયોજન

25
0

(જી.એન.એસ),તા.૧૦

અમદાવાદ/ગાંધીનગર,

અમદાવાદ-ગાંધીનગર ફેસ-૨ના પ્રોજેકટમાં ટ્રાયલ રન ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી તબક્કા વાર રીતે શરૂ કરવામાં આવ્યા છે, જેની શરૂઆત જી.એન.એલ.યુ. અને સેક્ટર ૧ વચ્ચે થઈ હતી. આજે જી.એન.એલ.યુ. અને ગિફ્ટસિટી વચ્ચે મેટ્રોના ટ્રાયલ રન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેકટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટસીટી લીંક સુધીનો છે, જે ૨૮ કિમી અને ૨૨ સ્ટેશનનો ધરાવે છે, જે પૈકી પ્રાયોરિટી અનુભાગના ૨૧ કિમીમાં મોટેરા સ્ટેડિયમથી સેક્ટર- ૧ તથા જી.એન.એલ.યુ. થી ગિફ્ટસિટી સુધી તબક્કાવાર ટ્રાઇલ રનનું આયોજન છે. જે પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રો રેલ સેફટીને ચકાસણી માટે વિનંતી કરવામાં આવશે અને તે મંજૂરી આવ્યેથી મે-જૂનમાં મેટ્રો રેલ સેવાઓ શરૂ કરવાનું આયોજન છે, એવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી 12 માર્ચનાં રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે
Next articleવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે