(જી.એન.એસ),તા.૧૦
મુંબઈ,
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેના મુકાબલામાં મુંબઈએ ગુજરાતને 7 વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે મુંબઈને જીતવા 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનેન સામે મુંબઈની ટીમે અંતિમ ઓવરમાં હાંસલ કરી યાદગાર જીત મેળવી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરના 95 અને યસ્તિકા ભાટિયાના 49 રનની મદદથી મુંબઈની ટીમે 20 ઓવરમાં 138 રન ફટકાર્યા હતા. જ્યારે બોલિંગમાં સાયકા ઈશાકએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
આજની મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા કેપ્ટન બેથ મૂનીના 66 અને હેમલતાના 74 રનની મદદથી 190 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ગુજરાતની ગાર્ડનર, શબનમ શકીલ અને કંવરે એક-એક વિકેટ લીધી હતી. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનની સાતમી મેચમાં પાંચમી જીત મેળવી હતી. આ મેચમાં જીતની હીરો કેપ્ટન હરમનપ્રીત કૌર રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે, સાથે જ આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થનાર પહેલી ટીમ બની ગઈ છે, જ્યારે ગુજરાત આ હાર સાથે લગભગ બહાર થઈ ગઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.