Home ગુજરાત છત્રાલ જી.આઈ.ડી.સી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતા રૂ. ૭૯ લાખની કિંમતનો...

છત્રાલ જી.આઈ.ડી.સી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતા રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૦૦૦ કિ.ગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી.કોશિયા

38
0

(જી.એન.એસ),તા.૦૫

ગાંધીનગર,

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ દ્વારા બાતમીના આધારે શંકાસ્પદ પેઢી ખાતે તપાસ હાથ ધરતા ઘીમાં ભેળશેળ થતી હોવાનું ધ્યાને આવતા શંકાસ્પદ ઘીનો રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૦૦૦ કિ.ગ્રા જથ્થો જપ્ત કરાયો છે.

વધુમાં જણાવ્યા અનુસાર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા છત્રાલ જી.આઈ.ડી.સી ખાતેની મે. સ્વાગત પ્રોડક્ટ ખાતે રેડ કરતા ત્યાં ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા, જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાના આધારે પેઢીના માલિક શ્રી જીગરભાઈ પટેલની હાજરીમાં ઘીના કુલ ૧૫ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૧૫૯ કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૮૨૬ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કર્યા
Next articleઅમદાવાદ ખાતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી. ભારતીની અધ્યક્ષતામાં આઇકોન્સ, એમઓયુ પાર્ટનર્સ અને ઇન્ફ્લુએન્સર્સ મીટ યોજવામાં આવી