Home રમત-ગમત Sports ગુજરાત જાયન્ટ્સની ઓલરાઉન્ડર સયાલી સતઘરે વુમન્સ પ્રીમિયર લીગમાં પ્રથમ કન્કશન સબ્સ્ટીટ્યૂટ બની

ગુજરાત જાયન્ટ્સની ઓલરાઉન્ડર સયાલી સતઘરે વુમન્સ પ્રીમિયર લીગમાં પ્રથમ કન્કશન સબ્સ્ટીટ્યૂટ બની

51
0

(જી.એન.એસ),તા.૦૪

મુંબઈ,

ગુજરાત જાયન્ટસની ઓલરાઉન્ડર સયાલી સતઘરે મહિલા પ્રીમિયર લીગમાં પહેલી વખત કન્કશન સબ્સ્ટીટ્યૂટ બની. 3 માર્ચ રવિવારના રોજ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિમન્સ પ્રીમિયર લીગ મેચ દરમિયાન સયાલીએ દયાલન હેમલતાનું સ્થાન લીધું છે. વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની 10મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાતની ટીમને 25 રનથી હાર આપી આ સિઝનની ત્રીજી મેચ જીતી લીધી હતી.પરંતુ આ મેચમાં એક ખેલાડીએ ઈતિહાસ રચી દીધો છે.

ગુજરાત જાયન્ટસની ઓલરાઉન્ડર સયાલીએ વિમેન્સ પ્રીમિયર લીગમાં પહેલી વખત કન્કશન સબ્સ્ટીટ્યુટ બની, તેમણે દયાલન હેમલતાનું સ્થાન લીધું હતુ.દિલ્હી કેપિટલ્સની ઈનિગ્સની 15મી ઓવર દરમિયાન કૈથરીન બ્રાઈસના બોલ પર ડીપ મિડવિકેટ પર કેચ લેવાનો પ્રયત્ન કરતી વખતે હેમલતાના માથામાં ઈજા થઈ હતી. હેમલતાની પાસે ફીઝિયો અને મેડીકલ સ્ટાફ પહોંચી અને ત્યારબાદ કન્કશનની પુષ્ટી થઈ હતી. હેમલતાના સ્થાને ગુજરાત જાયન્ટસની ઓલરાઉન્ડર સયાલી સતગરેને પ્લેઈંગ 11માં સામેલ કરી છે. વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં પહેલી કન્ક્શન સબ્સ્ટીયુટ ખેલાડી બની છે. તમને જણાવી દઈએ કે, સયાલીને ગુજરાત જાયન્ટસની ટીમમાં કાશવી ગૌતમનું સ્થાન લીધું છે. જેમને નીલામીમાં 2 કરોડ રુપિયામાં ખરીદવામાં આવી હતી. આ પહેલા સયાલી વિમેન્સ પ્રીમિયર ઓક્શનમાં ઓનસોલ્ડ રહી હતી, અને તેમની બેસ પ્રાઈઝ 10 લાખ રુપિયા હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો કેપ્ટન, સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન સંભાળશે
Next articleડૉ મનસુખ માંડવિયાએ AIIMSમાં આયુષ-ICMR એડવાન્સ્ડ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ હેલ્થ રિસર્ચની શરૂઆત કરી