(જી.એન.એસ),તા.૦૪
મુંબઈ,
કમિન્સને કેપ્ટન બનાવવો એ કન્ફોર્મ સનરાઈઝર્સ હૈદરાબાદે કર્યું છે. પહેલા એવી ચર્ચાઓ હતી કે, પેટ કમિન્સ આઈપીએલ 2024માં હૈદરાબાદની કેપ્ટનશીપ કરી શકે છે. કેપ્ટન માર્કરમ ટીમને રિપ્લેસ કરી શકે છે.હવે આ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. કમિન્સને કેપ્ટન બનાવવાનો મતલબ છે કે, માર્કરમની ભૂમિકા ટીમમાં હવે એક બેટ્સમેનની જ રહેશે. સનરાઈઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને કેપ્ટન તો બનાવ્યો છે પરંતુ તેની પાસે આઈપીએલમાં કેપ્ટનશીપનો કોઈ અનુભવ નથી. કેપ્ટન કમિન્સ માત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરૂ ચૂક્યો છે જ્યાં તે સફળ રહ્યો છે. તેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને 2023ના વનડે વર્લ્ડ કપ પર કબ્જો કર્યો હતો.
પેટ કમિન્સે ઈન્ટરનેશનલ ક્રિકેટ પર ફોક્સ કરવા માટે આઈપીએલ 2023માંથી પોતાનું નામ પરત લીધું હતુ. પરંતુ જ્યારે આઈપીએલ 2024નું ઓક્શન થયું તો પેટ કમિન્સ પોતાનું નામ ઉમેર્યું હતુ. જ્યાં તે આઈપીએલના ઈતિહાસનો પહેલો એવો ખેલાડી બન્યો જેના પર 20 કરોડ રુપિયાથી વધુની બોલી લાગી હતી. કમિન્સને 20.50 કરોડ રુપિયામાં હૈદરાબાદે ખરીદ્યો છે. આ સાથે તે આઈપીએલનો સૌથી મોંધો કેપ્ટન બની ગયો છે. આઈપીએલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનો ઈતિહાસ સારો રહ્યો છે. 2009માં એડમ ગિલક્રિસ્ટની કેપ્ટનશીપમાં ડેક્કન ચાર્જસ ચેમ્પિયન બની હતી. 2016માં ડેવિડ વોર્નરની કમાનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ જીત્યું હતુ. હવે જોવાનું રહેશે કે, કમિન્સ આઈપીએલ 2024માં કેવું પ્રદર્શન કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.