Home રમત-ગમત Sports રણજી ટ્રોફી ૨૦૨૪માં સાંઈ કિશોર સૌથી વધુ વિકેટ લેનાર બોલર

રણજી ટ્રોફી ૨૦૨૪માં સાંઈ કિશોર સૌથી વધુ વિકેટ લેનાર બોલર

42
0

(જી.એન.એસ),તા.૦૪

મુંબઈ,

27 વર્ષના સાંઈ કિશોરની રણજી ટ્રોફી સીઝનમાં અત્યારસુધી 50 વિકેટ લીધી છે અને તે આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. સાંઈ કિશોર તમિલનાડુ રણજી ટ્રોફી ટીમનો કેપ્ટન અને સ્પિનર છે. સાંઈ કિશોરનો જન્મ 6 નવેમ્બર 1996ના રોજ ચેન્નાઈના માડીપક્કમાં થયો હતો. સાંઈ કિશોરનું આખું નામ રવિ શ્રીનિવાસ સાંઈ કિશોર છે. સાંઈ કિશોર બાળપણથી અભ્યાસમાં ખુબ હોશિયાર હતો. સાથે તેની ક્રિકેટમાં રુચિ પણ ખુબ સારી હતી.

સાંઈ કિશોરનું બાળપણથી એક સપનું હતુ કે, તેને વૈજ્ઞાનિક બનવું હતુ પરંતુ ક્રિકેટમાં રુચિ હોવાથી ક્રિકેટમાં જ પોતાની કારકિદી બનાવવાનું શરુ કર્યું, હાલમાં રણજી ટ્રોફી 2024માં સાંઈ કિશોર તમિલનાડુ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સાઈ કિશોરે વર્ષ 2016-17માં વિજય હજારે ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. ડોમેસ્ટિક ક્રિકેટમાં સાંઈનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. સાઈએ 2016માં તમિલનાડુ પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં સાઈએ શાનદાર બોલિંગ કરી અને 12 વિકેટ લીધી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથા ક્રમે હતો. સાઈએ 2018-19ની રણજી ટ્રોફીમાં તેના અદ્ભુત પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સાઈએ આ સિઝનમાં 6 મેચમાં 22 વિકેટ લીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો, ડેવોન કૉનવે ઈજાગ્રસ્ત થયો
Next articleપેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો કેપ્ટન, સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન સંભાળશે