(જી.એન.એસ),તા.૦૧
ગાંધીનગર/અયોધ્યા,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પુરુષાર્થથી અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે શનિવાર તા. ૨ માર્ચે અયોધ્યા જશે.
મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ તથા દંડક શ્રી વિજય પટેલ અને નાયબ દંડકશ્રીઓ પણ જોડાવાના છે.
મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવાર તા. ૨ માર્ચના સવારે ૧૧:૦૦ કલાકે તેઓ અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ ૧૧:૩૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે.
મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ સરયુ નદી સમીપે ટેન્ટ સિટીની પણ મુલાકાત કરશે તથા મોડી સાંજે અમદાવાદ પરત આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.