(જી.એન.એસ),તા.૨૯
ગાંધીનગર/દેવભૂમિ દ્વારકા,
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી ન્યારા એનર્જી લિમિટેડ કંપની દ્વારા હવા, પાણીનું પ્રદુષણ અને વેસ્ટના નિકાલ માટે તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કુલ ૧૪ ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાંથી વર્ષ ૨૦૨૨માં ૩ અને વર્ષ ૨૦૨૩માં ૧૧ ફરિયાદો મળી હતી.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ન્યારા એનર્જી લિમિટેડ કંપની વિરુદ્ધ મળેલી ફરિયાદો સંદર્ભે સંપુર્ણ માહિતી મેળવી તેને સુચનાઓ આપવામાં આવે છે. જો સુચનોનું પાલન ન થાય તો કારણદર્શક નોટીસ પાઠવવામાં આવે છે. આ ઉપરાંત ગંભીર ગુનાઓમાં કાર્યવાહી પણ કરવામાં આવે છે. છેલ્લાં બે વર્ષમાં મળેલી ફરિયાદોમાંથી ૧૧ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.