ગુજરાત રાજ્યમાં હાલ ૪૦ મેડિકલ કૉલેજ અંતર્ગત U.G.(સ્નાતક) ની ૭૦૫૦ અને P.G.(અનુસ્નાતક)ની ૨૭૬૧ બેઠક ઉપલબ્ધ
વર્ષ ૨૦૨૭ સુધીમાં U.G.(સ્નાતક)ની અંદાજિત ૮૫૦૦ અને P.G.(અનુસ્નાતક)ની ૩૭૦૦ બેઠક ઉપલબ્ધ બનશે
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સ્નાતકની ૧૩૫૦ અને અનુસ્નાતકની ૫૩૧ બેઠકોમાં વધારો થયો
રાજ્યમાં ૬ સરકારી ઉપરાંત ૧૩ GMERS કૉલેજ રાજ્ય સરકાર સંચાલિત
GMERS કૉલેજ માં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓમાંથી ૭૨% વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફી માં રાહત મળે છે
(જી.એન.એસ),તા.૨૯
ગાંધીનગર,
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ડૉક્ટર બનવાનુ સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કામગીરી હાથ ધરી છે. હાલ રાજ્યમાં ૬ સરકારી કૉલેજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૩ GMERS કૉલેજ સહિત ૪૦ મેડિકલ કૉલેજ ઉપલબ્ધ છે. રાજ્યના બાકી રહી જતા જિલ્લાઓમાં પણ મેડિકલ કૉલેજ કાર્યરત કરાવવા સરકારે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં હાલ ૪૦ મેડિકલ કૉલેજ અંતર્ગત U.G.(સ્નાતક) ની ૭૦૫૦ અને P.G.(અનુસ્નાતક)ની ૨૭૬૧ બેઠક ઉપલબ્ધ છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મેડિકલ બેઠકોમા થયેલ વધારાની વિગતો જોઇએ તો સ્નાતકની ૧૩૫૦ અને અનુસ્નાતકની ૫૩૧ બેઠકો વધી છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં U.G.(સ્નાતક) ની ૮૫૦૦ અને P.G.(અનુસ્નાતક) ની અંદાજિત ૩૭૦૦ બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યું છે.
મંત્રી શ્રી એ વધું માં ઉમેર્યું હતું કે, GMERS કૉલેજ માં અભ્યાસ કરતા અંદાજિત ૨૪૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૭૪૩ એટલે કે ૭૨% વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફી માં રાહત આપવામાં આવે છે. છેલ્લા ૨ દાયકામાં મેડિકલ કૉલેજ અને બેઠકોમાં થયેલ વધારાની સ્થિતિ જોઇએ તો , વર્ષ ૨૦૦૧માં ૧૦ મેડિકલ કૉલેજની સામે વર્ષ-૨૦૨૪ માં ૪૦ કૉલેજ (૪૦૦%), ૧૨૭૫ સ્નાતક બેઠકની સામે ૭૦૫૦(૫૫૩%) અને ૮૩૦ અનુસ્નાતક બેઠકની સામે ૨૯૪૭(૩૩૫%)(૧૮૬-DNBની બેઠકો) નો વધારો થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.